વઢવાણની ખાંડી પોળમાં 90 વર્ષ જૂના વડના ઝાડમાં દેખાયા ‘હનુમાન દાદા’, જામી ભક્તોની ભીડ

સુરેન્દ્રનગરમાં હનુમાન ભક્ત સૌથી વધારે છે તેમજ હનુમાનજીનાં મંદિરો આવેલા છે. જાતજાતનાં વિચિત્ર નામ ધરાવતા હનુમાનજીનાં મંદિરો અથવા ડેરી વિનાની એક પણ શેરી મહોલ્લો અથવા બજાર જોવા મળશે નહિ. વઢવાણમાં ઘણા હનુમાન મંદિર છે. એમાં અતિ પ્રાચીન હનુમાન ડેરી ખાંડી પોળ વિસ્તારમાં 100 વર્ષ જૂની છે. ઘણા ભક્તોનું આસ્થાનું ધામ છે. અહીંયા લગભગ 90 વર્ષીય વડનું ઝાડ ડેરીની પાછળ ઊંભું છે. આ વડનાં ઝાડનાં થડમાં હનુમાનજીની આબેહૂબ આકૃતિ જોવા મળી હતી. તેથી દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.

મળેલ માહિતી મુજબ વઢવાણનાં ખાંડી પોળમાં 100 વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલ છે. આ ડેરીની પાછળ લગભગ 90 વર્ષથી વિશાળકાય વડનું ઝાડ ઊભું છે. જેનાં થડમાં અચાનક રામ ભક્ત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેનાં પગલે ભક્તોમાં અચરજ ફેલાઈ ગયું હતું. જ્યારે દર્શન કરવા બધા ભક્તો ઉમટી પડ્યા હતાં.

ઝાડમાં હનુમાનની મૂર્તિ આબેહૂબ જોવા મળી છે કુદરતી રીતે ઝાડનો આકાર ઉપસેલો છે. આ વડનાં ઝાડમાં હનુમાનની ઉપસેલી મૂર્તિની બાજુ એક બાળકનું ધ્યાન ગયું તેને બીજા દરેક ભક્તોને દેખાડ્યું હતું. આમાં હનુમાનનો કુદરતી આકાર ગદા મુગટ ચેહરો જાણે હનુમાનની રીતસર મૂર્તિ પ્રગટ થતા લોકો દર્શન કરવા માટે આવી ગયા.

ત્યાંના સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવા અંગેનું મને છે. ત્યાંના સ્થાનિક લોકો દાદાનાં દર્શન કરવા માટે આવી ગયા હતા. જુના વડનાં ઝાડમાં કુદરતી ઉભરી આવેલ હનુમાનજીની મૂર્તિનાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી ગઈ છે.

અહીંયા મંદિરની સામે રહેતા અજિત ભાઈ પરમારે કહ્યું કે, હું દરરોજ દિવા કરવા માટે મંદિરે જાવ છું. મારી સાથે મારો નાનો પૌત્ર પણ આવે છે તે આ આકાર જોયોને હનુમાનજીની મૂર્તિ સ્પષ્ટ દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *