હાલમાં વિધાનસભાની ચુંટણીનો ચારે તરફ રંગ જામ્યો છે ત્યારે પાર્ટીના નેતાઓ ટીકીટ ના મળવાના કારણે એક બીજા પર આક્ષેપો કરતા હોય છે. હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભાજપની જાહેર સભામાં સૌરભ પટેલને સુરેશ ગોધાણી બાડો કહી અભદ્ર ગાળો આપી હતી. બોટાદ વિધાનસભામાં સૌરભ પટેલને કારણે પોતાની ટિકિટ કપાઈ હોવાનું માનતા સુરેશ ગોધાણી પાર્ટીથી નારાજ થયા હતા, પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ઘરે જઈને તેમને મનાવી લીધા હતા. પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના પ્રચારમાં ઉતરી જવાનો આદેશ કર્યો હતો. ત્યારે પ્રચારની આ સભામાં સુરેશ ગોધાણીનો પિત્તો હલી ગયો હતો અને પોતાનું રાજકારણ ખલાસ કરનારા સૌરભ પટેલને દલાલ કહીને વિરોધમાં આક્રોશ ઠાલવ્યો હતો. ચૂંટણી પ્રચારની એક ગામની સભામાં સુરેશ ગોધાણીએ કેવા સંગીન આરોપો મૂક્યા હતા તે જાણો.
ટીકીટના મળતા સુરેશ ગોધાણી એ એક ગામની ભાજપની સભામાં આક્ષેપ કર્યા હતા કે, બોટાદ નગર પાલિકાની સુપર સીટ ૪૪ માંથી ૪૦ સીટ આપવાનું જે પાપ કર્યો હતો તે પાપ આ બાડાએ કર્યો છે, આ બાડો એટલે સૌરભ પટેલ. બાડાને પાછો બાડોના કહેવાય જો તમે આવું કીધું તો મરી ગયા સમજો. પાછો મને એમ કે છે કે તમારે ટીકીટ ના મંગાય. જો ટીકીટ આપી હોત તો મરી જવાની મારી તૈયારી તો હતી જ, પણ હજુ કાલે મારે રેલા આવવાના જ છે. પણ સૌરભ હવે તો હું તને નાંગો કરીશ જ.
વધુમાં આક્ષેપ કર્યા હતા કે, મને ટીકીટ ના મળી તેનો મને વાંધો નથી પણ ઘનશ્યામભાઈને ટીકીટ મળી તે આનંદની વાત છે કેમ કે ઘનશ્યામભાઈએ ટીકીટ માંગી ન હતી. પરંતુ મેં તો ટીકીટ માંગી હતી પણ મને મળવા ના દીધી એનો કારણ પણ આ બાડો છે. સૌરભ પટેલ મને એમ કહેતો હતો કે ટીકીટ તો મારા ખિસ્સામાં છે અને કાર્યકર્તાઓને ધમકાવીને સહી કરાવી હતી. અને બોટાદમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું શાસન ન હતું માત્ર દલાલ સૌરભ પટેલનું શાસન હતું. જે સૌરભ પટેલ છે ને એ પટેલ નથી દલાલ છે. બોટાદની ભોળી જનતા એ જે મત આપ્યા છે તે સૌરાભ પટેલને નહિ પણ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે. મને ટીકીટ ના અપાવવામાં સૌરભ પટેલ એકલો નથી આની આખી મંડળી મને ટીકીટ ના મળે તેવું કાવતરું ઘડયુ હતું સમય જતા એમને પણ હું ખુલ્લા પાડીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.