તળાવમાં ચાલી રહ્યું હતું ખોદકામ, અચાનક જ એવું શું નીકળ્યું કે, દર્શન કરવા ઉમટી પડી હિન્દુઓની મોટી ભીડ

આણંદ(Anand) જિલ્લાના બોરસદ(Borsad) તાલુકાના અભેટાપુરા(Abhetapura)માં ખોદકામ દરમિયાન શિવલિંગ(Lingam) જેવી પ્રતિકૃતિ મળી આવતા જોવા માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. આણંદના બોરસદ પાસે અભેટાપુરામાં તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રેલવે દ્વારા જેસીબી મારફતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તળાવમાંથી શિવલિંગ આકારની પ્રતિકૃતિ મળી આવતા ત્યાં રહેલા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

ત્યારબાદ આ બાબતે આજુબાજુના લોકોને પણ જાણ થતાં લોકોના ટોળેટોળા શિવલિંગ હોવાના દાવા સાથે દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ મામલા અંગેની જાણ થતાં મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના તળાવમાં રેલવેની કામગીરીને કારણે ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવતા લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતાં અને શિવલિંગની પ્રતિકૃતિના દર્શન કરવા માટે આતુર બન્યા હતા. આ તળાવમાં ખોદકામ સમયે વૃક્ષના થડ જેવો આકાર જોવા મળ્યો હતો અને લોકો ઝાડનું થડ સમજી રહ્યા હતા. પણ આ 2 દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડવાને કારણે થડ જેવી દેખાઈ રહેલી પ્રતિકૃતિ પરથી પાણી વહેવાને કારણે ત્યાં શિવલિંગ જેવો આકાર જોવા મળ્યો હતો.

આ મામલા અંગે જાણ આસપાસના ગામોમાં વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યાં હતાં અને બીજી બાજુ ભેખડ ધસી પડવાની શક્યતા હોવાને કારને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અહીંથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા પણ તળાવમાંથી લોકોને બહાર કાઢતા આ જોખમી જગ્યા હોવાથી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.

હાલ આજુબાજુના ગામડાના લોકો પણ અહીં મોટી સંખ્યામાં શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. આ સમગ્ર બાબતે ત્યાંના મામલતદારે જણાવતા કહ્યું હતું કે, આ અંગે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવ્સ્ગે. કારણકે, આ  વિષય પુરાતત્વ વિભાગનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભેટાપુરાના તળાવમાં અંદાજે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *