બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહની આત્મહત્યાના સમાચારએ આખા દેશને ગંભીર સ્થિતિમાં મૂક્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમણે આવું શા માટે કર્યું. હવે ઉત્તર પ્રદેશના બરેલીમાં એક દસમા ધોરણના વિદ્યાર્થીએ સુશાંત સિંહની આત્મહત્યાની ખબરને ટીવી પર જોયા બાદ પોતે પણ ફાંસીના ફંદે લટકી જીવ આપી દીધો. વિદ્યાર્થીએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ આત્મહત્યા કરી શકે છે તો હું કેમ નહીં.
હકીકતમાં દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાની સુસાઇડ નોટમાં એવું કરવાનું કારણ લખ્યું છે. વિદ્યાર્થીએ મરવા પહેલાં સ્યુસાઇડ નોટમાં લખ્યું કે તેનામાં કિન્નરો જેવા લક્ષણ હતા અને તેનો ચહેરો પણ છોકરીઓ જેવો હતો. જેના કારણે લોકો તેનો મજાક ઉડાવતા હતા. જેવી પોલીસને ઘટનાની જાણકારી મળી તો ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના પિતા મોબાઈલ રીપેર દુકાન ચલાવે છે, જ્યારે તેની માતા પહેલાં જ ગુજરી ચૂકી છે. વિદ્યાર્થીઓએ મરતાં પહેલાં લખ્યું હતું કે તેનો ચહેરો છોકરી જેવો છે, લોકો મજાક ઉડાવે છે અને હવે તો તેને પણ એવું લાગવા લાગ્યું છે કે તે કિન્નર છે. એટલા માટે તેની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.
વિદ્યાર્થીઓએ આગળ લખેલું છે કે જો તેણે આત્મહત્યા ન કરી તો કિન્નર હોવાને કારણે તે પોતાના પિતાના જીવનમાં પણ ગ્રહણ બની જશે. મારું મરવું જરૂરી છે. વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં આગળ લખ્યું છે કે તે એક સિંગર હતો અને બાળકોને કલા શીખવા માંગતો હતો.
દીકરાની સુસાઇડ નોટ વાંચી ભાવુક થયેલા પિતાએ કહ્યું કે તેનો દીકરો સારા ચિત્રો બનાવતો હતો. સ્કૂલના શિક્ષકો પણ તેના વખાણ કરતા હતા. તેમજ પિતાએ જણાવ્યું કે સુસાઇડ નોટમાં દીકરાએ પણ લખ્યું હતું કે અંતિમ સંસ્કારમાં એવા તમામ લોકોને બોલાવવામાં આવે જેઓ તેને નફરત કરતા હતા. વિદ્યાર્થીએ પોતાના મોત માટે કોઈને પણ જવાબદાર ગણાવ્યા નથી.
તેમજ વિદ્યાર્થી નાનાભાઈએ પોલીસને જણાવ્યું કે જ્યારે બંને ટીવી જોઈ રહ્યા હશો તો એ સમયે સુશાંત સિંહની ખબર તેના મોટા ભાઈ એ જોઈ અને કહ્યું કે સુશાંત સિંહની જેમ તે બન્નેએ પણ ફાંસી ઉપર લટકી જવું જોઈએ, જ્યારે મોટા ફિલ્મસ્ટારો આત્મહત્યા કરી શકે છે તો આપણે કેમ નહીં કરી શકીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news