હાલમાં સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. આ દરમિયાન અભિનેતાનો ઓટોપ્સી (પોસ્ટમોર્ટમ) રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, સુશાંતના ગળા પર 33 સેમી ઊંડુ નિશાન મળ્યું તે સામાન્ય રીતે ‘યુ’ આકારમાં હોય છે. જે સૂચવે છે કે, ગળા પર દોરડું અથવા એવી જ કોઈ વસ્તુથી દબાવવામાં આવ્યું હોય.
આ રીપોર્ટ પર સુશાંતના પિતાના વકીલ વિકાસસિંહે સવાલ ઉઠાવ્યા હતા. સિંહે કહ્યું – મૃત્યુ સમયે જે ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેની વિગતો ઓટોપ્સી રિપોર્ટમાં નથી. ઓટોપ્સી રિપોર્ટમાં મૃત્યુનો સમય જણાવ્યો નથી. છેવટે, આ કેમ કરવામાં આવ્યું.
સુશંતના રીપોર્ટ્સના મુખ્ય મુદ્દાઓ
એના શરીર પર ક્યાંય ઈજાના નિશાન જોવા મળ્યા નથી.ગળા અને માથાની આસપાસ કોઈ હાડકું પણ તૂટ્યું ન હતું. આ રીપોર્ટમાં મૃત્યુનો સમય નથી.મૃતદેહનો કોઈ કોરોના ટેસ્ટ પણ કરાયો નથી.અભિનેતાના ડોકની ગોળાઈ 49.5 સેમી હતી.સુશાંતના ગળાની નીચેના ભાગમાં 33 સેમી ઊંડુ એક નિશાન મળ્યું હતું.દરોડાનું નિશાન દાઢીથી 8 સેમી નીચે હતું.ગળાની જમણી તરફની નિશાનીની પહોળાઈ 1 સેમી હતી.ગળાની ડાબી બાજુંની નિશાનીની પહોળાઈ 3.5 સેમી હતી.
એઈમ્સે સુશાંતની ઓટોપ્સી ફાઇલની તપાસ માટે પાંચ નિષ્ણાતોની પેનલ બનાવી છે. સીબીઆઈએ એઈમ્સને અહેવાલ પર પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું હતું. એમ્સના ફોરેન્સિક વડા ડો.સુધીર ગુપ્તા આ ટીમનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું, “હત્યાની સંભાવના સિવાય અમે તમામ ખૂણાથી તપાસ કરીશું.”
ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘ડેથ બોડી પર મળેલા નીશાનોની તપાસ કરવામાં આવશે. વિસેરા સલામત છે. તેની તપાસ કરવામાં આવશે. સુશાંતને હતાશા દૂર કરવા માટે આપવામાં આવતી દવાઓનું લેબમાં પણ પરીક્ષણ કરવામાં આવશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews