સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે.
હજુ થોડા સમય પહેલા જ હાથરસમાં એક બળાત્કારની ઘટના સામે આવી હતી જેમાં નરાધમોએ યુવતી ઉપર દુષ્કર્મ આચરીને તેના હાથ-પગ, જીભ અને કરોડરજ્જુ ભાંગી નાખ્યા હતા. હજુ તો એક ઘટનામાં ચુકાદો આવ્યો નથી ત્યાં આજ રોજ ગુજરાતમાં આવેલ સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે-ટ્રેક પાસેની ઝાડીમાંથી એક મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી જેકે, તેને 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી. રેલવે અકસ્માતના કોલ સાથે મહિલાને ગંભીર હાલતમાં લવાતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ કરેલી તપાસમાં મહિલાના હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ પણ કપાયેલી હાલતમાં હતાં.
મહિલા બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી
108ના કર્મચારીએ જણાવ્યું હતું કે, કોલ ટ્રેન અકસ્માતનો હતો. ઘટનાસ્થળે ગયા બાદ મહિલા બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી. ગુપ્તભાગે લોહી નીકળતી હાલતમાં મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. મહિલાના હાથે-પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઇજાઓ દેખાઈ રહી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પલસાણા અને રેલવે પોલીસ બન્નેને જાણ કરાઈ હતી.
મહિલાને હવસનો શિકાર બનાવી રેલવે-ટ્રેક નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હોવાની આશંકા
ગામવાસીઓએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત મહિલા ગાંગપુર ગામમાં રખડતું જીવન જીવતી હોવાનું લોકોએ જોયું છે. એટલું જ નહીં, પણ માનસિક બીમાર મહિલાને કોઈએ પોતાની હવસનો શિકાર બનાવી રેલવે-ટ્રેક નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હોય એ વાતને પણ નકારી નહીં શકાય. જોકે સિવિલના કેટલાક મેડિકલ ઓફિસરે પણ મહિલા માનસિક બીમાર લાગી રહી હોવાનો અભિપ્રાય આપ્યો છે. જોકે હાલ મહિલા હોસ્પિટલમાં દાખલ છે અને ગાયનેક તથા માનસિક વિભાગના ડોક્ટરોની સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહિલાના શરીર પર મલ્ટિપલ ઇજાઓ હતી
ડો. ઓમકાર ચૌધરી (સુરત સિવિલ હોસ્પિટલ, મેડિકલ ઓફિસર)એ જણાવ્યું હતું કે, હા, અજાણી મહિલા સોમવારની મારી સાંજની ડ્યૂટીમાં જ આવી હતી. શરીર પર મલ્ટિપલ ઇજાઓ હતી. જાંઘ, માથાના ભાગે ઈજા, હોઠ કપાયેલી હાલતમાં હતાં અને ગુપ્તભાગેથી લોહી નીકળતું હતું. તમામ ઇજાઓ 24 કલાક પહેલાંની હોવાનું કહી શકાય છે. ઇજાગ્રસ્ત મહિલાની મહિલા પરિચારિકાને સાથે રાખી તપાસ કર્યા બાદ એવી આશંકા લાગી રહી છે કે અજાણી મહિલા પર દુષ્કર્મ આચરીને ફેંકી દેવાઈ છે. એટલું જ નહીં, આ મહિલા માનસિક બીમાર હોવાનું પણ લાગી રહી છે, જેથી તેને ગાયનેક, સર્જરી સહિત અનેક વિભાગમાં રિફર કરી અભિપ્રાય માગવામાં આવ્યા છે.
ડોક્ટરોએ માનવતા નેવે મૂકી
ઈજાગ્રસ્ત મહિલાને ગત રોજ સાંજે 7.30 કલાકે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યાર બાદ રાત્રે 11.30 કલાકે કેસ પેપર કાઢવામાં આવ્યા હતા. જોકે રાત્રે 2 વાગ્યા બાદ તેને ટ્રોમા સેન્ટરમાંથી વોર્ડમાં રિફર કરવામાં આવી હતી, જેથી બે કલાકમાં દાખલ કરવાના પરિપત્રને અભરાઈએ ચડાવી ડોક્ટરોએ માનવતા નેવે મૂકી હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle