ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણીને હવે થોડાક દિવસો જ બાકી છે. ત્યારે ભાજપ(BJP), આમ આદમી પાર્ટી(AAP) અને કોંગ્રેસ(Congress) પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે ભાજપે 158 કામરેજ વિધાનસભા બેઠક(158 Kamrej assembly seat) પરથી પ્રફુલ પાનસેરિયા(Praful pansuriya)ને ટીકીટ આપવામાં આવી છે. ત્યારે હવે રાજકારણની અંદર સ્વામિનારાયણના સાધુને રંગ લાગ્યો હોય તેવું વાયરલ થઇ રહેલા વોટ્સએપ સ્ક્રીનશોટ પરથી લાગી રહ્યું છે.
જાણો વાયરલ થઇ રહેલા સ્ક્રીનશોટમાં શું લખ્યું છે?
વાયરલ થઇ રહેલા સ્ક્રીન શોટમાં જકાતનાકા કાર્યસંવાહક ગ્રુપમાં એક મેસેજ કરવામાં આવ્યો છે કે, જય સ્વામિનારાયણ પ્રફુલભાઈ પાનસેરિયા એ જે ફોર્મ ભર્યું છે તેમાં આપણે બધાએ સોમવારે 8:45એ કિરણ ચોકથી ટુવ્હિલ અથવા ફોરવ્હીલ લઈને જવાનું છે.
તો બધા ભાઈઓ ફરજીયાત આવી જજો નિર્ગુણ સ્વામીની આજ્ઞા છે અને એ આપણા માટે ખુબ કાર્યશીલ છે અને ખુબ કામમાં આવ્યા છે તો બધાએ ખાસ ભાઈઓએ આ રેલીમાં જોડાવાનું છે સોમવાર. ત્યારબાદ એક મેસેજ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, અને બધા ઓકે લખીને મોકલજો એટલે ખબર પડે ગાડી કેટલી થાય છે.
ત્યારે આ મેસેજના પ્રત્યુત્તરમાં ગ્રુપના અન્ય લોકોને જવાબ આપતા કહ્યું છે કે, નો નો નો આ કોઈ રાજકીય ગ્રુપ છે કે મંદિરનું…, આમાં રાજકારણનો મેસેજ ન મોકલો, મંદિરમાં રાજકારણ લાવું છે. વધુમાં મેસેજ લખતા કહ્યું છે કે, સ્વામીને કયો ભક્તિ કરવાનું કહે,
કોઈ રાજકારણીના તળિયા ચાટવાનું નહી, એટલે રાજકારણી વાત ના કરે, સ્વામીને જો બોવ રાજકારણની ઈચ્છા હોય તો એ પોતે આવી જાય. ભાજપ એને ટીકીટ આપશે, કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ બધાએ બંધ કરવાની સલાહ આપો બધાને..
ત્યારે એક વ્યક્તિએ ગ્રુપમાં મેસેજ કરતા લખ્યું છે કે, એ સ્વામીએ આજ્ઞા કરી છે એટલા માટે મુક્યો છે કઈ મેં પોતે મુક્યું નથી આજે સ્વામી સાથે મીટીંગ પણ છે આ રાજકારણ માટે નથી આ કોઈ પક્ષ માટે નથી કેવલ સ્વામીની આજ્ઞા હતી એટલે મુકવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.