આ દેશ દુનિયાનો સૌથી ગરીબ દેશોમાંનો એક દેશ છે. લગભગ 60 ટકા લોકો ગરીબી રેખાની નીચે વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ દેશનાં રાજા ખુબ જ લક્ઝરીયસ લાઈફ જીવવામાં કઈ બાકી રાખતા નથી. આ વાત છે આફ્રિકાનાં દેશ સ્વાઝિલેન્ડના રાજાની છે. જેમનું નવું નામ ઈસ્વાતિની છે. સ્વાઝિલેન્ડનાં રાજા મસ્વતિ-3 ની 15 પત્નીઓ છે. તેમણે હાલમાં જ પત્નીઓ માટે 119 કરોડ રૂપિયાની લક્ઝરી કારો ખરીદી છે. જેની ઉપર લોકોએ ઘણા સવાલો ઉઠ્યા છે.
સ્વાઝિલેન્ડ વિવિધ કારણોથી ખુબ બદનામ થયો છે. અહીં બહુપત્નીત્વ માન્ય છે. હાલનાં રાજાને 15 પત્નીઓ છે. જ્યારે તેમના એક પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યુ છે. સ્વાઝિલેન્ડમાં દર વર્ષે ટોપલેસ કુંવારી યુવતીઓની પરેડ થાય છે. આ દરમ્યાન દર વર્ષે રાજા પોતાના માટે નવી પત્ની પસંદ કરે છે. જે છોકરીઓ આ પરેડમાં આવતી નથી. તેમને ઘણીબધી રીતે સજા કરવામાં આવે છે. ટોપલેસ કુંવારી છોકરીઓની પરેડમાંથી રાજાની પત્ની પસંદ કરવાની પ્રથા પર સવાલ ઉઠતા રહે છે.
જોકે, તેને મોટા વિરોધ છતાં પણ બંધ કરવામાં આવી નથી. હાલમાં જ રાજાએ પોતાની પત્નીઓ માટે 15 Rolls-Royces અને ડઝન BMW કારો ખરીદી છે. ગયા વર્ષે પોતાના બર્થડેનાં અવસરે રાજાએ પોતાના દેશનું નામ જ બદલી નાખ્યુ હતુ. તેમણે દેશનું નામ સ્વાઝિલેન્ડથી બદલીને eSwatini કરી દીધુ હતુ.
આજે પણ સૌથી વધારે લોકો તેને સ્વાઝિલેન્ડ ના નામથી જ ઓળખે છે. એક રિપોર્ટ અનુસાર, રાજા પોતે 1,434 કરોડનાં માલિક ગણાય છે. તેમની પાસે પ્રાઈવેટ જેટ્સથી લઈને પોતાના એરપોર્ટસ પણ છે. 2014માં તેમણે પોતાના ઘરનું વાર્ષિક બજેટ 437 કરોડ રૂપિયા કરી દીધુ હતુ. એકવાર ફરી પોતાના પરિવાર પર મોટી રકમ બરબાદ કરવા માટે સામાન્ય નાગરિકો રાજાનો વિરોધ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકો લક્ઝરી કારો પર 119 કરોડ રૂપિયા ખર્ચ કરવાના રાજાનાં નિર્ણયનો કડક વિરોધ કર્યો છે. લગભગ 13 લાખની આબાદીવાળો સ્વાઝિલેન્ડ આફ્રિકામાં સ્થિત છે. સ્વાઝિલેન્ડના પાડોશી દેશ દક્ષિણ આફ્રિકા અને મોઝેમ્બિક છે. રાજા કેવી રીતે પસંદ કરે છે વર્જીન પત્ની સ્વાઝિલેન્ડમાં દર વર્ષે રીડ ડાંસ સેરેમની આયોજીત કરવામાં આવે છે.
સપ્ટેમ્બર મહિનામાં આયોજીત કરેલી આ સેરેમનીમાં હજારોની સંખ્યામાં વર્જીન છોકરીઓ ભાગ લે છે. તેમની સંખ્યા 40 હાજર કરતા પણ ખુબ વધુ છે.વળી ખુલી છાતી સાથે છોકરીઓ પાસે પરેડ કરાવે છે. રીડ ડાંસ સેરેમનીની પરંપરા મુજબ, રાજાને આ અધિકાર છે કે તેઓ દર વર્ષે તેમાંથી કોઈ એક છોકરીને પોતાની નવી પત્નીનાં રૂપમાં પસંદ કરી શકે છે. ઘણી છોકરીઓએ ગયા વર્ષોમાં આની ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
અને કહ્યુ હતુ કે, પરેડમાં ભાગ ન લેવા પર તેમના પરિવારને દંડ ભરવો પડે છે. સ્વાઝિલેન્ડનાં રાજા ઘણા મોટા પરિવાર સાથે રહે છે. 15 પત્નીઓની સાથે રહેતા રાજાનાં 25થી વધારે બાળકો છે. ગયા વર્ષે રાજાની એક પત્નીનું મૃત્યુ થયુ હતુ. મીડિયા રિપોર્ટસ મુજબ, 37 વર્ષની સેંતની મસાન્ગોએ કથિતરીતે આત્મહત્યા કરી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.