ઘરનાં વૃદ્ધો કે મોટા સાવરણીને લઈને કેટલીક વાતો જણાવતાં હોય છે. સાવરણીને ઉંધી રાખવી એ ખરાબ માનવામાં આવે છે અથવા તો સાવરણી પર પગ લગાવવાંથી લક્ષીમાતા નારાજ થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ સાવરણીને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેમજ એને લગાવવા તથા મુકવાનાં કેટલાંક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આવો જાણીએ તેના વિશે.
પૌરાણિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, અંધારુ થયા પછી ઘરમાં સાવરણીથી કચરો વાળવો એ અશુભ માનવામાં આવે છે. આની ઉપરાંત જ્યારે પરિવારનો કોઈ સભ્ય ઘરમાંથી બહાર જાય તો તરત સાવરણી ન ફેરવવી જોઈએ. એને અશુભ માનવામાં આવે છે. એમના ગયા પછી કુલ 1-2 કલાક પછી જ સફાઈ કરવી જોઈએ.
સાવરણી પર ક્યારેય પણ પગ ન મુકવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, સાવરણીનો આદર કરવાં પર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.ક્યારેય પણ ઘરમાં ઉંધી સાવરણી ન રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે, એનાથી ઘરમાં ક્લેશ સતત વધે છે.
સાવરણીને ક્યારેય પણ ઘરની બહાર અથવા તો અગાસી પર ન રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં ચોરી થવાનો ડર ઉત્પન્ન થાય છે.સાવરણીને હંમેશા એવી જગ્યા પર રાખવી જોઈએ કે, જેનાંથી એ ઘરના તેમજ બહારનાં કોઈપણ વ્યક્તિને દેખાય નહીં.
ઘરમાં જો નાનું બાળક અચાનક સાવરણીથી કચરો વાળવા લાગે તો કહેવામાં આવી રહ્યું છે કે, એનાથી ઘરમાં અણગમતા મહેમાનો આવવાંનાં યોગ બની શકે છે.નવુ ઘર બનાવ્યા પછી એમાં જુની સાવરણી ન લઈ જાઓ એને અપશકુન માનવામાં આવે છે.સ્વપ્નમાં જો કોઈ નવી સાવરણી લઈને ઉભેલું જોવા મળે તો એ સૌભાગ્યનું પ્રતીક ગણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle