ઈંગ્લેન્ડે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડ હાલમાં જ ODI વર્લ્ડ કપનો ખિતાબ પણ પોતાને નામ કર્યો હતો. પ્રથમ વખત કોઈ ટીમે ODI અને T20 બંનેનો વર્લ્ડ ટાઈટલ એકસાથે મેળવ્યું છે.
આ વર્લ્ડ કપ સાથે ઈંગ્લેન્ડે આખી દુનિયાને બતાવ્યું કે ક્રિકેટનું સૌથી ટૂંકું ફોર્મેટ કેવી રીતે રમાય છે. તેઓ 2 મજબૂત ટીમોને હરાવીને આ ઊંચાઈએ પહોંચ્યા હતા. પ્રથમ પાકિસ્તાન, જેની બોલિંગ લાઈન પણ શાનદાર હતી. બીજી ટીમ ઈન્ડિયા, જેની શાનદાર બેટિંગ છે.
ઈંગ્લેન્ડની જીતના આ પાંચ ગુણો, જેના કારણે વર્લ્ડકપ જીતી
1. શાનદાર ઓપનીગ બેટ્સમેન:
આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ પાસે જોસ બટલર અને એલેક્સ હેલ્સના રૂપમાં બે આક્રમક ઓપનર બેટ્સમેન હતા. બંને પાવર-પ્લેમાં મોટા શોટ મારતા હતા અને પ્રથમ 6 ઓવરમાં 60 થી 70 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા સામેની સેમીફાઈનલ મેચમાં બંનેએ 16 ઓવરમાં 169 રનના લક્ષ્યનો પીછો કર્યો અને તે પણ આઉટ થયા વિના. પાકિસ્તાન સામેની ફાઇનલમાં પણ હેલ્સ વહેલો આઉટ થયો હતો, પરંતુ જોસ બટલરે 17 બોલમાં 26 રન ફટકાર્યા હતા.
ભારતની શરૂઆત આક્રમક નહોતી: ભારતીય ઓપનર સમગ્ર વિશ્વ કપ દરમિયાન રક્ષણાત્મક દેખાતા હતા. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ પાવરપ્લેમાં માત્ર 38 રન બનાવ્યા હતા. થોડી કલ્પના કરો કે આખા વર્લ્ડ કપમાં ભારતીય ઓપનરોએ પાવરપ્લેમાં 100થી ઓછી સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. પાવરપ્લેમાં કેપ્ટન રોહિત શર્માએ લગભગ 95 અને લોકેશ રાહુલે લગભગ 90ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
2. ઈંગ્લેન્ડ પાસે 7 બોલિંગ ઓપ્શન
આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ પાસે 7 થી વધુ બોલર્સ હતા. આનાથી કેપ્ટન જોસ બટલરનું કામ ખૂબ જ સરળ થઈ ગયું. બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, સેમ કરન, આદિલ રશીદ, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી અને ક્રિસ જોર્ડન જેવા બોલરો છે. જો કોઈ બોલર મોંઘો સાબિત થાય, તો બટલર તરત જ તેની જગ્યાએ બીજા બોલર પાસે બોલિંગ કરવતો.
ભારત પાસે વિકલ્પો હતા પરંતુ સંયોજન ખરાબ હતું: ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ કપમાં બોલિંગના 5 થી 6 વિકલ્પો હતા. અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ અને આર. અશ્વિન. અશ્વિન અને અક્ષર પટેલ સમગ્ર ટુર્નામેન્ટમાં ફ્લોપ રહ્યા હતા. સેમીફાઈનલમાં જ્યારે તમામ બોલરો ધોવાઇ રહ્યા હતા, ત્યારે રોહિત સમજી શકતો ન હતો કે કોને બોલિંગ આપવી. યુઝવેન્દ્ર ચહલ જેવા રિસ્ટ સ્પિનરને આખો વર્લ્ડકપ બેન્ચ પર રાખ્યા.
3. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર:
ઈંગ્લેન્ડના ટોપ-5 બેટ્સમેનોમાં બે એવા ખેલાડી હતા, જેઓ સારી બેટિંગની સાથે સારી બોલિંગ પણ કરી શકતા હતા. જેમના લિયામ લિવિંગસ્ટોન અને મોઈન અલી, બીજી તરફ બેન સ્ટોક્સ, સેમ કરન જેવા ઓલરાઉન્ડર છે. રાશિદ અને વોક્સ પણ સારી બેટિંગ કરે છે. લિવિંગસ્ટોને પણ સેમિફાઇનલમાં 3 ઓવર ફેંકી હતી.
ભારતમાં ઓલરાઉન્ડર ઓછાઃ ટીમ ઈન્ડિયા પાસે આવો કોઈ વિકલ્પ ન હતો, લિવિંગસ્ટોને ત્રણ ઓવર ફેંકી અને માત્ર 20 રન આપ્યા હતા. રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે સમગ્ર વર્લ્ડ કપમાં માત્ર બેટિંગ કરી હતી. એવું નથી કે કોહલી અને રોહિત શર્મા બોલિંગ નથી કરતા. રોહિતે આઈપીએલમાં હેટ્રિક પણ લીધી હતી.
4. ડીપ બેટિંગ લાઇનઅપ:
ઈંગ્લેન્ડે આ વર્લ્ડ કપમાં નંબર-10 અને નંબર-11 સુધી બેટિંગ કરી હતી. જોસ બટલરથી લઈને નંબર-11 આદિલ રાશિદ સુધી દરેક બેટિંગ કરી શકે છે.
ટીમ ઈન્ડિયા અહીં નબળી સાબિત થઇ: પાસ બેટ્સમેનોની એટલી અછત હતી કે આર.અશ્વિનને ટીમમાં રાખવો પડ્યો કારણ કે ટીમની બેટિંગ થોડી ઉંચી થઇ શકે. શરૂઆતી વિકેટો પડી ગયા બાદ બેટ્સમેનોના વિકલ્પો ઘણા ઓછા હતા. ટીમની 10 અને 11માં નંબર પરની બેટિંગ ઈંગ્લેન્ડના લોઅર ઓર્ડર જેટલી મજબૂત નહોતી.
5. નિર્ભીય ક્રિકેટર:
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઈંગ્લેન્ડે બતાવ્યું કે નિર્ભય ક્રિકેટ શું છે. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય જગ્યાએ નિર્ભયપણે ક્રિકેટ રમ્યા હતા. બટલર આવતાની સાથે જ તે મોટા શોટ લગાવતો હતો.
ભારત પ્રેશરમાં સેમિફાઇનલ લડી ન શક્યા: ભારતના ઓપનર રોહિત અને રાહુલનો સ્ટ્રાઈક રેટ મોઈન અલી અને લિયામ લિવિંગસ્ટોન કરતા પણ ઓછો હતો. મોઈને 126 અને લિવિંગસ્ટોને 122ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો. કેએલ રાહુલનો સ્ટ્રાઈક રેટ 120.75 અને રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ 106 જ હતો. સેમીફાઈનલમાં સારી બેટિંગ તો ન દેખાઈ પણ, બોલરો પણ હિંમત હારી ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.