વર્ષ 2008થી ચાહકોને મનોરંજન પૂરું પાડતો એકમાત્ર સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબીતાજીની ભૂમિકામાં ભજવી રહેલ મુનમુન દત્તાને લોકો આ શો ને લીધે ‘બબીતાજી’ના નામથી ઓળખતા થઈ ગયાં છે. મુનમુન દત્તા મુંબઈ એક્સપ્રેસ, હોલિડે તથા ઢિનચેક એન્ટરપ્રાઈઝ જેવી ફિલ્મો પણ કરી ચૂકી છે.
મશહૂર ટીવી અભિનેત્રી મુનમુન દત્તા અભિનયની ઉપરાંત પોતાની સુંદરતા માટે પણ ખુબ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહેતી મુનમુને વર્ષ 2017માં પોતાની સાથે થયેલી શારીરિક શોષણની ઘટના જણાવી હતી. 25 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ દર્દ જણાવ્યું હતું.
મુનમુન દત્તાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, આવાં પ્રકારની પોસ્ટ શેર કરવી તેમજ સ્ત્રીઓ પર થયેલા યૌન ઉત્પીડનને લઈ જાગૃતતામાં સામેલ થવું અને તે સ્ત્રીઓનું એકજૂથ દેખાવું કે જેઓ આ ઉત્પીડનમાંથી પસાર થયા હોય, તે સમસ્યાની ભયાનકતા દર્શાવે છે.
મુનમુન આગળ જણાવે છે કે, ‘હું સ્તબ્ધ છું કેટલાક ‘સારા’ પુરુષો તે મહિલાઓની સંખ્યા જોઈને સ્તબ્ધ છે કે, જેમણે જાહેરમાં પોતાના #metoo અનુભવોને શેર કર્યા છે. તમારા જ ઘરમા, તમારી બહેન, દીકરી, માતા, પત્ની એક એટલે સુધી કે તમારી નોકરાણી સાથે થઈ રહ્યું છે, તેમનો ભરોસો પ્રાપ્ત કરીને તેમને પૂછો.
તમે તેમના ઉત્તર જાણીને સ્તબ્ધ થશો. તમે તેમની કહાનીઓથી આશ્ચર્યચકિત થઈ જશો.’મુનમુને આગળ લખ્યું હતું કે, આવું કઈંક લખતા મારી આંખોમાં આંસુ આવી જાય છે. હું જ્યારે નાની હતી ત્યારે હું પાડોશના અંકલ તેમજ તેમની ઘૂરતી આંખોથી ખુબ ભય અનુંભવતી હતી, જે ક્યારેક તક જોઈને મને જોતી હતી.
મને ધમકાવતી હતી કે, આ વાત કોઈને કહેવી નહીં કે મારો મોટો પિતરાઈ ભાઈ કે, જે મને તેની દીકરીની જેમ જોતો ન હતો કે તે માણસ જેણે મને હોસ્પિટલમાં પેદા થતી જોઈ હતી. ત્યારપછી 13 વર્ષ બાદ તેને લાગ્યું કે તે હવે મારા શરીરના અંગોને સ્પર્શ કરી શકે છે. કારણ કે, મારા શરીરમાં ફેરફાર થઈ રહ્યા હતા.
મારા ટ્યૂશન ટીચર કે જેણે મારા અન્ડરપેન્ટમાં હાથ નાખ્યો હતો અને બીજા ટીચર કે જેને મે રાખડી બાંધી હતી. જેઓ છોકરીઓને ક્લાસમાં વઢવા માટે બ્રાની સ્ટ્રીપ ખેંચતા હતા. આની સાથે જ તેમના સ્તન પર થપ્પડ મારતા હતા કે પછી તે ટ્રેન સ્ટેશનનો માણસ જે આમ જ સ્પર્શ કરી લે છે, કેમ?
કારણ કે, તમે ખુબ નાના હોવ છો અને આ બધુ બતાવતા ડર અનુભવતા હો છો. તમે એટલા ડરેલા હો છો કે, તમને અનુભવ થાય છે કે તમારા પેટમાં મરોડ ઉઠે છે, તમારો દમ ઘૂંટવા લાગે છે પણ તમને જાણ નથી હોતી કે, તમે કેવી રીતે આ વસ્તુને તમારા માતા-પિતા સમક્ષ રજુ કરો કે પછી આ અંગે કોઈને પણ એક શબ્દ કહેવામાં શરમ આવશે.
ત્યારબાદ તમારી અંદર પુરુષો માટે નફરત થવા લાગે છે. કારણ કે, આ જ લોકો દોષિત હોય છે કે, જે તમને આ પ્રકારે અનુભવ કરવા માટે મજબૂર કરતા હોય છે. તેણે લખ્યું કે, આ ધૃણિત ભાવનાને મારામાંથી દૂર કરવામાં મને વર્ષો લાગ્યા હતાં. આ આંદોલનમાં સામેલ થનાર એક વધુ અવાજ બનવા બદલ હું ખુબ ખુશ છું.
આની સાથે જ લોકોને અહેસાસ અપાવું છું કે, મને પણ છોડવામાં આવી ન હતી. આજે મારામાં એટલું સાહસ આવી ગયું છે કે, જો દૂરથી પણ મને કઈ પણ કરવાનો પ્રયાસ કરશે તો હું તે વ્યક્તિને ચીરી નાખીશ. મને મારા પર આજે ગર્વ છે. આમ, તેઓએ પોતાની સાથે બનેલ ઘટના જણાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.