Takshashila Agnikand Surat: આજથી ચાર વર્ષ પહેલા એટલે કે વર્ષ 24 મે 2019ના રોજ સુરત (Surat) શહેરના સરથાણા (Takshashila Agnikand Sarthana) વિસ્તારમાં બનેલ કાળજું કંપાવી દે તેવી તક્ષશિલા અગ્નિકાંડ (Takshashila Agnikand Surat) દુર્ઘટનાના કારણે આખા સુરત શહેર સહીત સમગ્ર રાજ્યમાં આસુઓનું પુર આવી ફર્યું હતું દરેકની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા હતા.
પોતાના ભવિષ્યના ઘડતરમા વ્યસ્તએ માસુમ બાળકોને કયા જાણ હતી કે, પોતાના ભવિષ્યનુ ઘડતર અધવચ્ચે મુકી આ જીવનનુ ગણતર જ પુર્ણ થઈ જનાર છે. એ દરેક બાળકોના માતા- પિતા પર જીવનનો એવો કઠોર ભાર આવ્યો હશે જે અસહનીય અને પીડાદાયક છે કેટ કેટલી અપેક્ષાઓ હશે ? એ માતા પિતાને પોતાના બાળકો પર કેટ કેટલા સપનાઓ જોયા હશે પોતાના સંતાનોના ભવિષ્ય ના..!
મહત્વનું છે કે, દરેક વિધાર્થીઓ સુરત શહેરના સંતાન હતા અને આ દુઃખદ સમયમા તેમના પરીવાર સાથે આખુ સુરત શહેર ઉભુ છે હતું છે અને હરહંમેશ સુરત એમના પરિવાર સાથે ઉભું રહેશે. આજે પણ એ વાલીઓ ન્યાય માટે સુરતના જાબાજ યોદ્ધાઓ લડી રહ્યા છે.
ભગવાન કરે આવી ઘટના બીજી વખત ક્યાંય પણ બનવા ના દે, એક હકીકત કહીએ કે પ્રશ્ન, પરંતુ જો આજ ઘટનામાં કોઈ MP, MLA, CM,કે PM ના દીકરા દીકરી હોત તો ન્યાય માટે આટલો સમય લડવું પડત ખરા.. ?
જ્યારે પણ એ સ્થળની આસપાસથી પસાર થઇએ તો પણ એ દ્રશ્યો આંખ સામે આવી જાય છે તો વિચારો જે બાળકોના જીવ ગયા છે એમના પરિવાર પર શુ વિતત્તી હશે. જીવ બચાવવા આમ તેમ દોડી ચિચિયારી પાડતા એ બાળકોને સુરત અને જ્યાં જ્યાં સુધી આ કાળજું ફાટી જાય તેવા અગ્નિકાંડના વિડીયો પોહચ્યા હશે એ વિડીયો જોનાર વ્યક્તિ ક્યારેય નહીં ભૂલે. દોસ્તો આ પરિવારો પર જે દુઃખ આવી પડયુ છે તેને શબ્દોથી કહેવાની કે વર્ણન કરવાની મારી તો કોઈ હેસીયત પણ નથી પણ આ પરીવાર આપણો જ છે.
આજે તા.24/5/2023 ને બુધવારના દિવસે સુરતનો દરેક નાગરીક પોતાના ઘરે બાલ્કનીમાં એક દીવો પ્રગટાવીને કે ઈશ્વરને પ્રાર્થના કરજો કે આવી ઘટના ભગવાન ક્યારેય બનવા ના દેય અને 22 બાળકોના આત્માને શાંતિ આપે. આ દુઃખદ ઘટનામાં એ બાળકોના પરીવાર સાથે સમગ્ર રાજ્ય ઉભું છે એવો વિશ્વાસ આપજો.
અગ્નિકાંડને આજે 4 વર્ષ પૂર્ણ:
મહત્વનું છે કે, આ અગ્નિકાંડને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ આખા અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય મળ્યો નથી. આ કેસના 14 આરોપીઓ પણ જેલમુક્ત થઈ ચુક્યા છે. જોકે, હવે સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થતા વાલીઓને ઝડપથી ન્યાય મળે તેવી અપેક્ષા છે.
આ છે 14 આરોપીઓ:
અતુલ ગોરસાવાલા, હિમાંશુ ગજ્જર, પરાગ મુન્શી, વિનુ પરમાર, દીપક નાયક, જિજ્ઞેશ પાઘડાલ, કીર્તિ મોડ, સંજય આચાર્ય, જયેશ સોલંકી, ભાર્ગવ બુટાણી, રવિ કહાર, હરસુખ વેકરિયા, દિનેશ વેકરિયા અને સવજી પાઘડાલ.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ જુદા-જુદા તબક્કે પકડાયા હતા. આથી જેમ પકડાયા તેમ ચાર્જશીટ દાખલ થઇ અને ત્યારબાદ આરોપીઓએ સમગ્ર ગુનામાથી છટકવા માટે ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી અને આરોપીઓ હાઇકોર્ટ ગયા અને ત્યાં પણ અરજી નામંજૂર થઈ હતી. આ પ્રક્રિયામાં ચાર મહિના જેટલો સમય વીતી ગયો.
ચાર્જફ્રેમનો સ્ટેજ પુરો થયા બાદ સર તપાસ, ઉલટ તપાસનો દૌર શરૂ થશે અને જેમાં 226 સાક્ષી ચકાસવામાં આવશે. ચાર્જફ્રેમની પ્રોસિઝરમાં કોર્ટ આરોપીઓને પૂછતી હોય છે કે આ ગુના કબૂલ છે. તો આરોપીઓ ના પાડતા હોય છે પછી જે તે રજિસ્ટરમાં સહી કરતા હોય છે અને પછી ટ્રાયલ શરૂ કરવામાં આવતી હોય છે. હાલ આ કેસમાં સાક્ષીઓ ચકાસવાનું 20 મેથી શરૂ થય ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.