તક્ષશિલા અગ્નિકાંડના ત્રણ વર્ષ પૂર્ણ- દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 22 નિર્દોષ બાળકોને ભાવ ભરી શ્રદ્ધાંજલિ- ‘ઓમ શાંતિ’

સુરત(Surat): આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે વર્ષ 24 મે 2019ના રોજ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં બનેલ તક્ષશિલા અગ્નિકાંડ દુર્ઘટનાના કારણે આખા સુરત શહેર સહીત સમગ્ર રાજ્યમાં આસુઓનું પુર આવી ફર્યું હતું દરેકની આંખોમાં આંસુ હતા.

પોતાના ભવિષ્યના ઘડતરમા વ્યસ્તએ બાળકોને કયા જાણ હતી કે, પોતાના ભવિષ્યનુ ઘડતર અધવચ્ચે મુકી આ જીવનનુ ગણતર જ પુર્ણ થઈ જનાર છે. એ દરેક બાળકોના માતા- પિતા પર જીવનનો એવો કઠોર ભાર આવ્યો હશે જે અસહનીય અને પીડાદાયક છે કેટ કેટલી અપેક્ષાઓ હશે ? એ માતા પિતાને પોતાના બાળકો પર કેટ કેટલા સપનાઓ જોયા હશે પોતાના સંતાનોના ભવિષ્ય ના..!

દરેક વિધાર્થીઓ સુરત શહેરના સંતાન હતા અને આ દુઃખદ સમયમા તેમના પરીવાર સાથે આખુ સુરત શહેર ઉભુ છે હતું છે અને હરહંમેશ સુરત એમના પરિવાર સાથે ઉભું રહેશે. આજે પણ એ વાલીઓ ન્યાય માટે સુરતના જાબાજ યોદ્ધાઓ લડી રહ્યા છે ભગવાન કરે આવી ઘટના બીજી વખત ક્યાંય પણ બનવા ના દે, એક હકીકત કહીએ કે પ્રશ્ન, પરંતુ જો આજ ઘટનામાં કોઈ MP, MLA, CM,કે PM ના દીકરા દીકરી હોત તો ન્યાય માટે એકવર્ષ લડવું પડત ખરા.. ?

જ્યારે પણ એ સ્થળ ની આજુબાજુમાંથી નિકળીએ તો પણ એ દ્રશ્યો આંખ સામે આવી જાય છે તો વિચારો જે બાળકોના જીવ ગયા છે એમના પરિવાર પર શુ વિતત્તી હશે. જીવ બચાવવા આમ તેમ દોડી ચિચિયારી પાડતા એ બાળકોને સુરત અને જ્યાં જ્યાં સુધી આ કાળજું ફાટી જાય તેવા અગ્નિકાંડના વિડીયો પોહચ્યા હશે એ વિડીયો જોનાર વ્યક્તિ ક્યારેય નહીં ભૂલે. દોસ્તો આ પરિવારો પર જે દુઃખ આવી પડયુ છે તેને શબ્દોથી કહેવાની કે વર્ણન કરવાની મારી તો કોઈ હેસીયત પણ નથી પણ આ પરીવાર આપણો જ છે.

આજે તા.24/5/2022 ને મંગળવારના દિવસે સુરતનો દરેક નાગરીક પોતાના ઘરે બાલ્કનીમાં એક દીવો પ્રગટાવી ઈશ્વર ને પ્રાર્થના કરજો કે આવી ઘટના ભગવાન ક્યારેય બનવા ના દેય અને 22 બાળકોના આત્માને શાંતિ આપે.
દરેક ઘરે એક એક દીવો પ્રગટાવી બાળકોના પરીવાર સાથે પોતાની સંવેદનાઓ જોડી દરેક સુરત શહેરનો નાગરીક એ વાલીઓને ન્યાયિક રીતે લડવા હિમ્મત આપજો અને આ દુઃખદ ઘટનામાં એ બાળકોના પરીવાર સાથે સમગ્ર રાજ્ય ઉભું છે એવો વિશ્વાસ આપજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *