આજથી એક વર્ષ પહેલાં દેશભરમાં ચકચાર મચાવી દેનાર સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડ આગ હોનારતની આજે પ્રથમ વરસી છે. આજે પણ અગ્રિકાંડના દ્રશ્યો સામે આવતાં કાળજુ કંપી ઉઠે છે. આ અગ્રિકાંડમાં 22 માસૂમોએ પોતાના પરિવારના સભ્યોની નજર સામે જ જીવ ગુમાવ્યો હતો. મહાનગરપાલિકા તો કદાચ આ ઘટનાને ભૂલી ગયું હોઈ શકે. પરંતુ પોતાના વ્હાલસોયા દીકરા-દીકરીને ગુમાવનાર પરિવાર આ ઘટનાને ક્યારે ભૂલી શકે તેમ નથી.
આજે એક વર્ષ પૂર્ણ થતા મૃતકોના પરિવારજનો તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચ્યા હતા અને રડતી આંખે શ્રદ્ધાંજલી પાઠવી હતી. પોતાના વ્હાલસોયા દીકરા દીકરીને ગુમાવવાનું દુઃખ હજુ પણ શમતું નથી. એક વર્ષ થયું છતાં મમતાની આંખો સુકાતી નથી. અઢી વર્ષર્થી માંડી 22 વર્ષના માસૂમોને ભ્રષ્ટાચારની આગ ભરખી ગઈ હતી.
સુરત અગ્નિકાંડ બાદ સામે આવી આ કાળજું કાંપે તેવી વાત, જાણો આરજુ ખુંટની અનોખી વાર્તા.
સુરતના આ અગ્રિકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. એક સાથે 22 બાળકોના મોતથી રાજ્યમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આજે એક વર્ષ પુર થયું હોવા છતાં હજુ પણ મૃતક બાળકોના પરિવારો ન્યાય માટે ઝંખે છે. 22 વિદ્યાર્થીઓના મોત થયાં તે પરિવારજનોએ ન્યાય મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી એક વર્ષમાં લાખો રૂપિયા ખર્ચી નાંખ્યા. પરંતુ હજું તેમને ન્યાય મળ્યો નથી.
આ જરૂર વાંચજો:
અગ્નિકાંડના દોષિતોને હજુ સુધી સજા મળી નથી. આ ઘટના મામલે ફાયર ઓફિસર, મનપા અધિકારીઓ, બિલ્ડર, ટ્યુશન કલાસીસ સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી. એક વર્ષ વિત્યા બાદ હજુ પણ 14 આરોપીઓ સામે ચાર્જફ્રેમ પેન્ડિંગ છે. આજે રડતી આંખે મૃતકોના પરિવારજનોએ તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચી શ્રદ્ધાંજલી અર્પી હતી. આજે મૃતકોના વાલીઓ અને સુરતના યુવાનોએ અપીલ કરી છે કે સાંજે 9 વાગ્યે આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા એક દીપ પ્રજવલિત કરીને આ બાળકો માટે ન્યાયની પ્રાર્થના કરવામ આવનાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news