હાલમાં સમગ્ર ભારતમાં કોરોનાનું સંક્રમણ ખુબ મોટા પ્રમાણમાં ફેલાયું છે અને કેટલાય દર્દીઓ આ કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે સરકારે આ કોરોના સામે લડવા હાથને વારંવાર ધોવા, સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું આ ત્રણ નિયમો કડકપણે પાલન કરવાનું જણાવ્યું છે. ત્યારે સરકારના કહ્યા પછી પણ કેટલાક લોકો માસ્ક વગર ફરી રહ્યા છે જેને કારણે પોતે તો કોરોનાનો શિકાર બની શકે છે સાથે બીજા વ્યક્તિને પણ જોખમમાં ધકેલી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
વર્તમાન સમયમાં કોરોનાની મહામારીના માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે. જયારે સરકારે માસ્ક ન પહેરવા પર સરકાર દ્વારા 1000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે ત્યારે જે વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તેવા લોકોને દંડ પેટે 1000 રૂપિયા લેવામાં આવે છે. જયારે દંડ ઉઘરાવવાની સતા પોલીસ તંત્રને સોપવામાં આવેલ છે. ત્યારે ઘણી વખત પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બનતા હોય છે. ત્યારે આ ઘર્ષણ દરમિયાન અમુક વાર પોલીસ ડંડાવાળી કરતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ પાટણ જીલ્લમાં બન્યો છે. પાટણ જીલ્લાના એક રેવન્યુ તલાટી પોતે સિંઘમ બનીને યુવકોને ડંડા દ્વારા ફટકારી રહ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર બનાવ બાદ ગામના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલ એક વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ બતાઈ રહ્યું છે કે એક તલાટી કેટલાક યુવકોને ડંડાથી માર મારી રહ્યો છે. આ વિડીઓ શંખેશ્વર તાલુકાના કુંવર ગામનો છે. મળતી માહિતી અનુસાર એક તલાટી પોતે સિંઘમ બનીને માસ્કના મુદ્દે યુવાનોને ડંડાથી મારી રહ્યા છે. અહિયાં એક પ્રશ્ન પણ ઉઠે છે કે આ તલાટીને પોતાની સતાનો દુરુપયોગ કરીને મારવાની મંજુરી કોને આપી? તલાટીના આ ખરાબ વર્તનને કારણે સમગ્ર ગામવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકોઈ માસ્ક પહેર્યું છે તો પણ રેવન્યુ તલાટી યુવકોને ડંડાથી માર માર્યો હતો.
View this post on Instagram
ત્યારે આ સમગ્ર ઘટના વિશે ગામવાસીઓનું કહેવું છે કે યુવકોએ માસ્ક પહેર્યું હતું અને તલાટીનું કહેવું છે કે યુવકોએ માસ્ક પહેર્યું નહોતું. પરંતુ પ્રશ્ન તો એ છે કે યુવકોએ જો માસ્ક ન પહેર્યું હોય તો તેમને દંડ ફટકારી શકત પરંતુ આ રેવન્યુ તલાટીને યુવકોને માર મારવાની સતા આપી કોણે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.