વિદ્યાર્થીનીઓ પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા તાલીબાનીઓ… હક માંગ્યો તો ફટકાર્યા કોરડા- જુઓ વિડીયો

અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન(Taliban) રાજ આવતા જ અફઘાનિસ્તાનની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે. ત્યારે હાલ અફઘાનિસ્તાનની બદખ્શાં યુનિવર્સિટી (Badakhshan University)ની બહાર બુરખા સામે વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓ પર તાલિબાનોએ કોરડા વરસાવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ ઘટના રવિવારના રોજ બની હતી, પરંતુ તેનો વીડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાઈ છે કે, છોકરીઓ ભાગી રહી છે અને તાલિબાનીઓ તેમની પાછળ દોડતા કોરડા ફટકારી રહ્યા છે.

રાઈટ ટુ એજ્યુકેશનને લઈને વિદ્યાર્થિનીઓ વિરોધ કરી રહી છે:
તાલિબાનોએ બે દાયકા પછી અફઘાનિસ્તાન પર કબ્જો જમાવતા અફઘાનિસ્તાનની મહિલા માટે ફરી પનોતી બેઠી છે. મળતી માહિતી અનુસાર, 30 ઓક્ટોબરના રોજ પૂર્વ અફઘાનિસ્તાનની બદખ્શાં યુનિવર્સિટીમાં જયારે તંત્ર દ્વારા બુરખો પહેરીને ન આવેલી છોકરીઓને ક્લાસરમમાંથી કાઢી મૂકવામાં આવી હતી, આ દરમિયાન આ વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીઓ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન બાબતે વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થિનીઓને ફેબ્રુઆરીમાં યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો
મે 2021માં અમેરિકાની સેના પરત ગયા બાદ તાલિબાનને 20 વર્ષ બાદ ફરીથી કાબુલમાં સત્તા મળી હતી. તાલિબાને અફઘાનિસ્તાનની રાજઘાની કાબુલ પર 15 ઓગસ્ટ 2021ના રોજ કબજો કરી લીધો હતો. તાલિબાને સત્તામાં આવ્યા બાદ છોકરીઓના કોલેજ જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે ફેબ્રુઆરી 2022માં નિયમો સાથે છોકરીઓના કોલેજ જવા બાબતે સરકાર સંમતિ સધાઈ હતી.

મે મહિનામાં મહિલાઓને બુરખો પહેરવાના આદેશ જાહેર કર્યા હતા
આ અંગે તાલિબાન સરકારે મે મહિનામાં એક આદેશ જાહેર કરીને કહ્યું હતું કે, મહિલાઓને હવે જાહેર સ્થળો પર બુરખો પહેરવો જ પડશે. જો મહિલાઓએ ઘરેથી બહાર નીકળતાં પોતાનો ચહેરો ઢાંકેલો નહીં હોય તો, તેના પિતા કે સૌથી નજીકના પુરુષને જેલમાં ધકેલી દેવામાં આવશે. જો તે કોઈ સરકારી નોકરીમાં છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવી શકે છે.

મહિલાઓએ ઈસ્લામના કાયદાનું પાલન કરવું પડશે:
ત્યારે આ સિવાય મુજાહિદે તાલિબાની સરકારમાં મહિલાઓની આઝાદી બાબતે કહ્યું હતું- અમે ઈસ્લામમાં મહિલાઓ અને પુરુષોને આપવામાં આવેલા અધિકારોનું સન્માન કરીએ છીએ. જે અધિકાર ઈસ્લામમાં આપવામાં આવ્યા છે એ તેમને આપનાવવા પડશે. મુજાહિદ હાલની સરકારમાં રાજ્યમંત્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *