વાંકાનેરના માટેલ નજીકથી 30 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે શખ્સની કરી ધરપકડ

થોડા દિવસ બાદ નવાં વર્ષની શરૂઆત થવાં માટે જઈ રહી છે. આ વર્ષના અંતિમ દિવસે ઘણાં લોકો દારૂની મિજબાની માણતા હોય છે.31 ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ…

થોડા દિવસ બાદ નવાં વર્ષની શરૂઆત થવાં માટે જઈ રહી છે. આ વર્ષના અંતિમ દિવસે ઘણાં લોકો દારૂની મિજબાની માણતા હોય છે.31 ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે બુટલેગરો મેદાનમાં આવી ગયાં છે ત્યારે પોલીસ પણ છેલ્લા એક અઠવાડિયાથી સતર્ક રહીને દારૂની હેરાફેરી અટકાવવા માટે મેદાને પડી છે.

વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ પાસેથી કુલ 30 બોટલ દારૂ સાથે એક શખ્સને તાલુકા પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે તથા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આની સાથે જ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તો આવો જાણીએ સમગ્ર ઘટના.

9,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ જપ્ત કરી :
વાંકાનેર તાલુકા પોલીસે મળેલ બાતમીને આધારે માટેલ ગામ પાસે આવેલ એક ઓરડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન પોલીસે ઓરડીમાંથી વિદેશી દારૂની કુલ 750 MLની કુલ 30 બોટલ જેની કિંમત અંદાજે 9,000 રૂપિયા સાથે 28 વર્ષનાં મુકેશ નવઘણભાઈ ડાભીને દબોચી લેવામાં આવ્યો હતો. હાલમાં તો પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરીને કોરોના ટેસ્ટ કરવાં માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોના ટેસ્ટ કર્યાં પછી આરોપીની પૂછપરછ હાથ ધરાશે :
પકડી પાડેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા પછી આરોપીની પૂછપરછ હાથ ધરીને દારૂ ક્યાંથી મેળવ્યો હતો. એ અંગે પોલીસ તપાસ કરશે. દરોડાની કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર બી.ડી. પરમાર, પોલીસ હેડ કોન્સટેબલ બળદેવસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા તથા હરીશચંદ્રસિંહ ઝાલા, વિક્રમભાઈ કુગશિયા, દર્શીતભાઈ વ્યાસ અને અજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રોકાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *