કોરોનાના કારણે, કરોડોની ફિલ્મ બનાવનારો આજે કરિયાણાની દુકાન ખોલવા થયો મજબુર

આખી દુનિયામાં હાલમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. હજુ સુધીમાં આ મહામારીની સામે લડવાની કોઈ વેક્સીન કે દવા શોધાઇ નથી. આ તમામ મુશ્કેલીઓ ઓછી…

આખી દુનિયામાં હાલમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. હજુ સુધીમાં આ મહામારીની સામે લડવાની કોઈ વેક્સીન કે દવા શોધાઇ નથી. આ તમામ મુશ્કેલીઓ ઓછી હોય, તેમજ લોકો તેના ધંધા-રોજગાર વગરના થઈ જતા હોય ત્યારે આર્થિક ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે. બોલિવૂડ પણ આ બધી વસ્તુઓથી બચી શક્યુ નથી. લોકડાઉન થયા પછી હવે ધીમેં-ધીમે અનલોક થઈ રહ્યુ છે. પરંતુ જીવન ગાડી ફરીથી પાટે ચડે એ વાત માટે હજુ થોડો સમય લાગશે.

બોલિવૂડમાં વારાફરથી ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. આર્થિક સમસ્યાને લીધે કલાકારોના હાલ બેહાલ થઈ ગયાં છે. હાલમાં જ તમિલ ફિલ્મ ઉદ્યોગના ડિરેક્ટર પણ આવી જ મુશ્કેલીની સામે ઝઝૂમી રહ્યા છે. તમિલ ફિલ્મના ડાયરેક્ટર આનંદ કોરોના વાયરસને લીધે કરિયાણાની દુકાન ચલાવવા માટે મજબુર થયા છે.

આનંદે આ અંગે વાત કરતા જણાવ્યું છે, કે તેને આ કામ મળી ગયું છે, હાલમાં ખુબજ કપરો સમય ચાલી રહ્યો છે, કોઇ કામ નાનુ નથી અને હું મારા આ કામથી જ ખુશ છુ. આનંદે આગળ જણાવતાં કહ્યું હતું કે ‘મને આ વર્ષે ફિલ્મ ઉદ્યોગ અનલોક થવાની શક્યતા દેખાતી નથી. આથી, હવે મે બીજો રસ્તો અપનાવી લીધો છે. હું ગ્રાહકોને વધારવા માટે ઓછા ભાવે સામાન આપું છું. હું આ કામથી જ ખુશ છું.

નોંધપાત્ર વાત તો એ છે કે, તમિળ ફિલ્મનાં નિર્દેશક આનંદ લગભગ છેલ્લા 10 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં છે. કોરોનાને લીધે, તેમને આ સમયે આ કામ કરવાની ફરજ પડી છે. આનંદે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં ઘણીખરી ફિલ્મો બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *