સોશિયલ મીડિયા પર લોકોને માર્ગ પરથી મળી આવેલ પર્સ અથવા તો કિંમતી મૂળ માલિકને પરત કરતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. તામિલનાડુના ચેન્નાઈની બાજુમાં આવેલ Chromepetના નિવાસી બિઝનેસમેન બુધવારની સાંજે એક રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા.
આ દરમિયાન તેઓ કુલ 20 લાખ રૂપિયાની સોનાની જ્વેલરીથી ભરેલ એક થેલો રિક્ષામાં જ ભૂલી ગયા હતા. જો કે, તેમને કલાકોમાં જ આ ઘરેણા પાછાં મળી ગયા હતા. સરવના કુમાર નામના રિક્ષા ચાલકની ઇમાનદારીને લીધે વ્યક્તિને તેમના ઘરેણા પાછાં મળી ગયા હતા. પોલીસ દ્વારા આ રિક્ષાવાળાનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઘરેણા ગુમ થયા પછી પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. જો કે, પોલીસ રિક્ષાવાળાને ત્યાં પહોંચી તેની પહેલા જ રિક્ષાવાળો ઘરેણાનો થેલો લઈને પોલીસ સ્ટેશન પહોંચીને માલિકને પરત કર્યો હતો. રિક્ષાવાળાની ઇમાનદારીને જોઈ પરિવારના લોકોની આંખો છલકાઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ Chromepet માં લગ્ન સમારંભમાં હાજર આપ્યા પછી બિઝનેસમેન પૌલ બ્રાઇટ રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેની પાસે એક થેલામાં સોનાના ઘરેણા હતા. મુસાફરી વખતે તેઓ સતત ફોન પર વાતચીત કરી રહ્યા હતા.
તેઓ પોતાના ઘરે ઉતરી ગયા હતા. ત્યારબાદ સરવના કુમાર ભાડું લઈને ત્યાંથી નીકળી ગયો હતો. થોડા સમય બાદ રિક્ષા ચાલકે જોયું તો પાછળની સીટ પર એક થેલો પડ્યો હતો. રિક્ષા ચાલક વિચારમાં પડી ગયો હતો કે, આ થેલો પાછો કેવી રીતે આપવો.
કારણ કે, તેની પાસે પૌલનો નંબર ન હતો. આ દરમિયાન સોનાના ઘરેણા ભરેલી બેગ ન મળતી હોવાને લીધે પૌલ તથા તેમના પરિવારના લોકો પરેશાન થઈ ગયા હતા. કારણ કે, તેમણે તેમની દીકરીને સાસરે વળાવવાની હતી. જેથી તેમણે તાત્કાલિક આ મામલે Chromepet પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. જોકે, તેમને રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર યાદ ન હતો.
પોલીસે ફરિયાદ દાખલ કરીને બિઝનેસમેન જે રસ્તેથી રિક્ષામાં નીકળ્યા હતા તેના CCTV ફૂટેજ તપાસવાનું પોલીસે શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ વાહન સરવના કુમારની બહેનના નામે નોંધવામાં આવ્યું છે.
જો કે, પોલીસ ટીમની સાથે સરવના કુમાર પાસે પહોંચે તેની પહેલા જ રિક્ષા ચાલક સોનાથી ભરેલ બેગ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ડ્રાઇવરે સોનાની બેગ પૌલને પાછી આપી હતી. રિક્ષા ચાલકની ઇમાનદારી તથા પોતાના ઘરેણા પાછાં મેળવીને પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle