રાજ્ય સરકારે ખેડૂતોએ સહકારી બેંકોમાંથી લીધેલી 12 હજાર કરોડ ની લોન માફ કરી- જાણો કોને મળશે લાભ

તમિલનાડુ (Tamilnadu) સરકારે શુક્રવારે રાજ્યના ખેડુતો માટે રાહતનું પગલું ભરતાં કિસાનો માટે મહત્વની જાહેરાત કરી છે. આ અંતર્ગત રાજ્યની સહકારી બેંકમાંથી લેવામાં આવેલી પાકની લોન માફ (Loan waived) કરી દેવામાં આવી છે. શુક્રવારે તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ જાહેરાત કરી કે સહકારી બેંકો પાસેથી લેવામાં આવેલી પાક લોન માફ કરવામાં આવશે. આશરે 16.13 લાખ ખેડુતોને આનો લાભ મળશે.

શુક્રવારે રાજ્ય વિધાનસભામાં મુખ્યમંત્રીએ નિયમ 110 હેઠળ આ જાહેરાત કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 12,110 કરોડની પાક લોન માફ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ચક્રવાત તોફાન (નિવાર), બુરેવી અને ભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ હાલતમાં છે, જેથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન ઇડપ્પડી પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યની સહકારી બેંકો પાસેથી લેવામાં આવેલી ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ અગાઉ એમ પણ કહ્યું હતું કે નુકસાન પામેલા પાકને વળતર રૂપે 1,117 કરોડની રકમ આપવામાં આવશે, જેનાથી આશરે 11 લાખ ખેડુતોને લાભ થવાની અપેક્ષા છે.

જાન્યુઆરીમાં તામિલનાડુમાં ભારે વરસાદને કારણે પાકને નોંધપાત્ર નુકસાન થયું હતું. 1 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતા અનેકગણો વધુ વરસાદ પડ્યો હતો. મોટાભાગના ડાંગરના પાકને નુકસાન થયું છે. રાજ્યને પણ નુકસાનની તપાસ માટે કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી છે.

પુદુકોટ્ટાઇ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ વરસાદને લીધે ડાંગર, મકાઈ, મગફળી, વગેરેના પાકને ભારે હાલાકી વેઠવી પડી છે, જ્યારે તંજાવર જિલ્લામાં ડાંગર અને મગફળી ઉપરાંત કઠોળને પણ નુકસાન થયું છે. તેવી જ રીતે વિરુધ્ધનગર જિલ્લામાં વરસાદને કારણે ડાંગર, કઠોળ, કપાસ વગેરેના પાકને નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *