ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, ખેતી કરતાં ખેડૂતોને જાનવરો તેમના પાકને નુકસાન પહોંચાડશે તેવો ભય લાગતો હોય છે અને તે સ્વાભાવિક છે. જેના કારણે ખેડૂત ખેતર ફરતે કરંટવાળો તાર (ઝટકા મશીન) મૂકતા હોય છે. જોકે ઘણી વખત આવા તારવાળી વાડ તેમના માટે પણ ગંભીર મુસીબતનું કારણ પણ બને છે.
ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં ખેતી પાકને બચવવા મુકેલી કરંટવાળા તારથી એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત થતા શોકનું મોજું ફરી વળ્યું છે. એક જ પરિવારના 3 લોકોના મોત થતા પરિવાર પણ વિખેરાય ગયો છે.
કરંટ લાગતાં માતા,પિતા અને પુત્રના મોત:
મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં રહેતા એક ખેડૂતે તેના પાકને જાનવરોથી બચાવવા ખેતરની ફરતે કરંટવાળી વાડ કરી હતી. જેમાંથી કરંટ લાગતાં પિતા, માતા અને પુત્ર સહીત 3 લોકોના મોત થયા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું અને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.
ગોંડલ પાસે સર્જાયો કાળમુખો અકસ્માત:
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી ભુણાવા ચોકડી નજીક અવાર નવાર અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારના સમયે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નવેનવી નંબર વગરની કારનો ભુક્કો બોલી ગયો હતો. જેના ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે સાથેની એક યુવતીને ગંભીર ઈજા પહોંચી હોવાને કારણે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.