ગુજરાત(Gujarat): તાપી(Tapi)ના સોનગઢ(Songarh) તાલુકા પંચાયતમાં ફરજ બજાવી રહેલા ગ્રામસેવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જણાવી દઈએ કે, સરકારી કવાટર્સમાં ગળેફાંસો ખાઈ ગ્રામ સેવકે જીવનનો અંત આણ્યો છે. તાલુકા પંચાયતમાં આઈઆરડી વિભાગમાં ફરજ બજાવી રહેલા ગ્રામ સેવકના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગ્રામ સેવક જનકસિંહ જેઠવાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તારણે બહાર આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, બંગાળના સિલીગુડી શહેરમાં એક વ્યક્તિએ કથિત રીતે પહેલા તેની પત્નીની નિર્મમ હત્યા કરી અને પછી તેના શરીરના બે ટુકડા કરી નહેરમાં ફેંકી દીધા હતા. પોલીસ દ્વારા ગુરુવારના રોજ આ માહિતી આપવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવતા કહ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, પત્ની ગુમ થયાના 10 દિવસ પછી પૂછપરછ દરમિયાન પતિએ આ વાત સ્વીકારી લીધી હતી. પોલીસ અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, આરોપી વ્યક્તિને શંકા હતી કે તેની પત્ની રેણુકા ખાતુન સાથે અફેર છે. આ કારણે મોહમ્મદ અંસારુલે કથિત રીતે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. જે બાદ તેના શરીરના બે ટુકડા કરી નાખ્યા હતા અને નહેરમાં ફેંકી દીધા હતા.
સ્થાનિક પોલીસના એક સૂત્રએ જણાવતા કહ્યું હતું કે, “પીડિતા સિલિગુડીમાં બ્યુટિશિયન કોર્સમાં હાજરી આપતી હતી. તે 24 ડિસેમ્બરથી ગુમ થઇ હતી, જે દિવસે ગુમ થયાની ફરિયાદ દાખલ થઇ હતી. પૂછપરછ દરમિયાન અંસારુલે સ્વીકારતા કહ્યું હતું કે, તે જ દિવસે તે તેના ઘરે ગઈ હતી. તે પત્નીને નજીકના ફણસીદેવ પાસે લઈ ગયો અને ત્યાં પહેલા ત્યાં તેની હત્યા કરી નાખી હતી અને પછી શરીરનાબે ટુકડા નહેરમાં ફેંકી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.