‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ TV ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. આ સીરિયલનું તમામ પાત્ર કોમેડીથી લોકોનું દિલ જીતી લીધું લીધું છે. આપને જણાવી દઈએ કે, સીરિયલમાં જોવા મળતાં બધાં જ પાત્ર હકીકતની જિંદગીમાં એકદમ જુદાં જ છે.
સીરિયલમાં એવું જ એક પાત્ર છે પત્રકાર પોપટલાલનું, જે સીરિયલમાં તો કુંવારો છે પણ અસલ જીદગીમાં પોપટલાલ એટલે કે, શ્યામ પાઠકના લગ્ન થઈ ગયેલા છે તેમજ એ કુલ 3 બાળકોનો પિતા પણ છે. આની સાથે જ એની લાઈફસ્ટાઈલની વાત કરવામાં આવે તો એ મર્સિડીઝ જેવી ગાડીનો માલિક પણ છે. શ્યામને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો.
શ્યામ અસલ જિંદગીમાં મેરીડ છે તથા એની પત્ની રેશમીને એ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મળ્યો હતો. બન્ને પહેલાં તો મિત્ર બન્યા તેમજ ત્યારપછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. એણે પરિવારજનોને જણાવ્યા વગર જ લગ્ન કરી લીધા હતા.
શરુઆતમાં બન્નેના પરિવારના લોકો નારાજ થયા હતાં પણ સમય પસાર થયા પછી બન્નેના પરિવારોએ એમને સ્વીકારી લીધા હતાં. શ્યામ તથા રેશમીને કુલ 3 બાળકો છે. દીકરીનું નામ નિયતિ તેમજ મોટા દીકરાનું નામ પાર્થ છે. જયારે એમના નાના દીકરાનું નામ શિવમ છે.
મર્સિડીઝમાં ફરે છે પોપટલાલ :
મળી રહેલ જાણકારી મુજબ એક્ટર શ્યામ પાઠક પાસે કુલ 15 કરોડ રૂપિયાની સંપતી છે. આની સાથે જ શ્યામ કુલ 50 લાખ રૂપિયાની મર્સિડીઝ કારનાં માલિક છે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ એક એપિસોડ માટે શ્યામ પાઠક એટલે કે, પોપટલાલ અંદાજે કુલ 60,000 રૂપિયા ફી લે છે. હવે આ હિસાબથી તમે સમજી જ શકો છો કે, તેમનું બેંક બેલેન્સ કેટલું હશે.
તારક મહેતા શો પછી જિંદગી બદલાઈ ગઈ :
શ્યામ પાઠકને ઘણાં નાટકોમાં નાના-મોટા પાત્ર મળ્યા હતાં. વર્ષ 2008માં એમને જસુબેન જયંતી લાલ જોશની જોઈન્ટ ફેમીલી નામની સિરિયલમાં કામ કરવાની તક મળી હતી. આ સીરિયલમાં એમના પાત્રને ખુબ જ પ્રશંસા મળી હતી પરંતુ ત્યારપછી વર્ષ 2008 માં જ એમને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ માટે ઓફર મળી તેમજ એમણે એ સ્વીકારી લીધી હતી.
આ શો એ એમની જિંદગી બદલી નાખી હતી. ત્યારપછી તેમણે પાછું વળીને જોયું જ નહીં. આપને જણાવી દઈએ કે, શ્યામ પાઠક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા તેમજ તેના માટે એમણે ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટનટ્સ ઓફ ઇન્ડિયામાં એડમિશન પણ લઈ લીધું હતું પણ એક્ટિંગનો ચસ્કો લાગતાં જ એમણે ભણવાનું અધવચ્ચે છોડી દીધું હતું.
તેઓ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં આવી ગયા હતાં. ત્યાંથી જ એમના કરિયરની દિશા બદલાઈ ગઈ. શ્યામ પાઠકનો જન્મ 6 જુન વર્ષ 1976 ના રોજ ગુજરાતમાં એક સાધારણ પરિવારમાં થયો હતો. શ્યામ પાઠકે શિક્ષણ ગુજરાતમાં જ મેળવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle