હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તમામ લોકોનાં ધંધા ભાંગી પડયા હોવાથી લોકોને ઘણીબધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આવાં સમયમાં તો લોકો પૈસાને જરૂરિયાત પૂરતાં જ વાપરે છે. ત્યારે લોકોને કાર ચલાવવાનો ખુબ જ શોખ હોય છે. આજે અમે આપનાં આ શોખને પૂર્ણ કરવાં માટેનાં એક સમાચાર સામે લાવ્યાં છીએ.
ટાટા મોટર્સની કુલ 15 લાખ રૂપિયાથી પણ વધુ કિંમતની આ કાર આપ હવે ભાડે પર લઇને પણ ચલાવી શકો છો. જેને કંપની પોતે જ ભાડે પર ગ્રાહકોને આપી રહી છે. Tata Motors એ પોતાની આ કારની માટે એક સબ્સક્રિપ્શન પ્લાનની પણ શરૂઆત કરી દીધી છે.
અહી ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના પ્રકોપને લીધે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર ઘણો પ્રભાવ પડ્યો છે. જો કે, જુલાઇમાં કારનાં વેચાણમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. એનાંથી જ સંકેત મળી રહ્યા છે, કે કારનું વેચાણ ફરી પાછું પાટા પર આવી રહ્યું છે.તો, બીજી બાજુ આ વેચાણને વધુ ગતિ આપવાં માટે કાર નિર્માતા કંપનીઓ ઘણી જાતની ઓફરો પણ આપી રહી છે.
આવામાં ટાટા મોટર્સ એની કુલ 15 લાખ રૂપિયાથી પણ વધુ કિંમતની એક કારને ભાડે આપવાની સ્કીમ લઇને આવી રહી છે. આપણે જાણ હોય તો ટાટા મોટર્સ એની કારની બિલ્ડ ક્વોલિટીને લઇને ખુબ જ જાણીતી રહી છે. તેની કારને સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવામાં ટાટાએ પોતાની એક ઈલેક્ટ્રિક કારની માટે એક સબ્સક્રિપ્શન પ્લાનની શરૂઆત કરી છે. જેમાં ગ્રાહકો કારને ભાડેથી પણ લઇ શકે છે.
ટાટા મોટર્સ એ તેની ઈલેક્ટ્રિક કાર ‘Nexon EV’ ને ગ્રાહકોને ભાડેથી ચલાવવા માટે પણ આપી રહી છે. કંપનીનું જણાવવું છે કે, આ ગ્રાહકોની માટે ખુબ જ લાભદાયક સ્કીમ છે, જેઓ થોડા સમયને માટે કોઇ પણ શહેરમાં રહેશે તેમજ એમને કારની પણ જરૂરીયાત પડશે.પરંતુ તેઓ થોડાં સમયને માટે કાર ખરીદવાં માંગતાં નથી.
કંપનીએ હાલમાં કુલ 18 મહિના, 24 મહિના તેમજ 36 મહિના માટેનો પણ સબ્સક્રિપ્શન પ્લાનને લોન્ચ કર્યો છે. કંપનીનું જણાવવું છે કે, આ સબ્સક્રિપ્શનની સ્કીમ હેઠળ ઈલેક્ટ્રિક કારોની પહોંચમાં વધારો થશે.એનાં માટા ટાટાએ ઓરિક્સ ઓટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ લિમિટેડની સાથે પણ ભાગીદારી કરી છે. દર મહિને ભાડાની ઉપરાંત ગ્રાહકોએ કોઇપણ જાતની બીજી ફી આપવાની રહેશે નહીં. તેઓ કારને ચાર્જ કરે તેમજ ચલાવે પણ.
ટાટા કંપનીની આ કારને એકવખત સંપૂર્ણ ચાર્જ કરવાં પર કુલ 312 કિલોમીટર સુધી ચાલી શકે છે. જેમાં કુલ 30.2kWh ની લિથિયમ આયન બેટરી પણ આવેલી છે. એની બેટરી માત્ર 8 જ કલાકમાં સંપૂર્ણ ચાર્જ પણ થઇ જાય છે. જ્યારે ફાસ્ટ ચાર્જિંગ દ્વારા માત્ર 1 જ કલાકમાં કુલ 80% બેટરી ચાર્જ પણ થઇ જાય છે.
સ્પીડની વાત કરીએ તો Nexon EV ફક્ત 9.9 સેકન્ડમાં જ કુલ 0-100 કિમીની સ્પીડ પકડી શકે છે. Nexon EVની દિલ્હીનાં એક્સશો રૂમમાં કુલ કિંમત 13.99 લાખ રૂપિયા રહેલી છે. જ્યારે ઓન રોડ આ કારની કિંમત કુલ 15,63,997 રૂપિયા રહેલી છે. તો, બીજી બાજુ ટોપ મોડલની એક્સ શોરૂમમાં કિંમત કુલ 15.99 લાખ રૂપિયા રહેલી છે.
જો, ગ્રાહક માત્ર 18 મહિના માટે Nexon EV કારને ભાડેથી લેવા માટે છે તો ગ્રાહકે દર મહિને કુલ 47,900 રૂપિયા ચૂકવવાનાં રહેશે. કુલ 24 મહિનાનાં સબ્સક્રિપ્શન પ્લાનમાં ગ્રાહકે દર મહિને કુલ 44,900 રૂપિયા ચૂકવવાનાં રહેશે. જ્યારે કુલ 36 મહિનાની માટે સબ્સક્રિપ્શન પર ગ્રાહકને દર મહિને કુલ 41,900 રૂપિયા ભાડુ ચૂકવવાનું રહેશે.
સબ્સક્રિપ્શનનો અંત થયા બાદ ગ્રાહક ક્યાં તો પોતાનાં આ પ્લાનને વધારી પણ શકે છે, કે કંપનીને ગાડી પરત પણ કરી શકે છે.ટાટા મોટર્સનું આ ખાસ સબ્સક્રિપ્શન પ્લાન હાલમાં તો દેશનાં માત્ર 5 મોટા શહેરોમાં જ ઉપલબ્ધ રહેલું છે. જેમાં દિલ્હી, મુંબઈ, પુણે, હૈદરાબાદ તેમજ બેંગ્લોરનો પણ સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP