હાલ તમે જાણતા હશો કે દરેક ક્ષેત્રે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં પણ ભારે મંદીનો સામનો સામન્ય લોકોએ કરવો પાડી રહ્યો છે. હાલ જે મંદી છે તે અત્યાર સુધીની સૌથી ભયંકર મંદી સાબિત થઇ છે. બધી મોટી-મોટી કંપનીને પણ તેનો સામનો કરવો પડી રહ્યો છે.
ટાટા સ્ટીલ પોતાના યુરોપિયન ઓપરેશનમાં ત્રણ હજાર નોકરીઓ ઘટાડવાનો મોટો વિચાર કરી રહી છે. નબળી માગ અને ઉંચી પડતરનો સામનો કરી રહેલી સ્ટીલ કંપનીએ માહિતી આપી હતી. ભારતની સ્ટીલની જાયન્ટ કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે જે ત્રણ હજાર કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તેમાં 75 ટકા કર્મચારીઓ ઓફિસમાં વ્હાઇટ કોલર ભૂમિકા ભજવી રહ્યાં છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ માહિતી યુરોપિયન વર્ક્સ કાઉન્સિલ સિલેક્ટ કમિટીને પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં સ્ટીલની માંગ ખુબ ઘટી છે.
ટાટા સ્ટીલ યુરોપે એક નિવેદનમાં જણાવ્યું છે કે માર્ચ, 2021માં પૂરા થનારા નાણાકીય વર્ષથી કંપનીના પરિણામોમાં સુધારો જોવા મળશે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે કંપનીની નાણાકીય સ્થિતિ સુધારવા માટે ખર્ચમાં ઘટાડો કરવા કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટાટા સ્ટીલ યુરોપના સી.ઇ.ઓ. હેનિરિક એડમે એક નિવેદનમાં કહ્યું હતું કેે અમે યુરોપિયન બિઝનેસને વધુ સક્ષમ અને મજબૂત બનાવવા માગીએ છીએ. ઉલ્લેખનીય છે કે થોડાક જ મહિના પહેલા ટાટા સ્ટીલ યુરોપે બ્રિટનના બે ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી હતી અને તેના કારણે 400 કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી.
સાઉથ વેલ્સમાં આવેલા ન્યૂપોર્ટમાં નુકસાન કરતા ઓર્બ ઇલેક્ટ્રીકલ સ્ટીલ બિઝનેસને વેચવામાં નિષ્ફળ ગયા પછી ટાટા સ્ટીલે આ જાહેરાત કરી હતી. છેલ્લા જાહેર થયેલા આંકડા અનુસાર એપ્રિલ, 2019થી શરૂ થયેલા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ટાટા સ્ટીલ યુરોપની ઇબીઆઇટીડીએ(અર્નિગ્સ બિફોર ઇન્ટેરસ્ટ, ટેક્સ, ડેપ્રિશિયેસન અને એમોર્ટિઝાઇશન) 90 ટકા ઘટીને 3.1 કરોડ પાઉન્ડ અને આવક 3.25 અબજ પાઉન્ડ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.