હાલમાં જ દિલ્હી (Delhi)માં પ્રાથમિક શાળા (Primary school)ના એક શિક્ષકની નિર્દયતા સામે આવી છે. જેમાં એમસીડી સ્કૂલ (MCD School)ની બે મહિલા શિક્ષકોએ પરસ્પર ઝઘડામાં પહેલા ધોરણ 5ની એક છોકરીને પેપર કટર વડે માર્યું અને પછી તેને પહેલા માળેથી ફેંકી દીધી હતી. જેને પગલે બાળકીને માથામાં ઈજા થઈ હતી, જેની સારવાર હિન્દુ રાવ હોસ્પિટલ (Hindu Rao Hospital)માં ચાલી રહી છે.
ડીબીજી રોડ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે, શિક્ષક દ્વારા એક છોકરીને પહેલા માળેથી ફેંકી દેવામાં આવી છે. આ માહિતી બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને સ્થળ પરથી ખબર પડી કે ફિલ્મીસ્તાનની મોડલ બસ્તી પ્રાથમિક શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીને ગીતા દેશવાલ નામની શિક્ષિકાએ પહેલા માળેથી ફેંકી દીધી હતી. અગાઉ શિક્ષકે તેને માર પણ માર્યો હતો.
બાળકીને હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે:
ઈજાગ્રસ્ત યુવતીને માથામાં ઈજા થઈ છે અને તેને સારવાર માટે બડા હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોએ જણાવ્યું કે તેની હાલત ખતરાની બહાર છે. આરોપી શિક્ષકને હાલ પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સાક્ષીઓના નિવેદનના આધારે શિક્ષક વિરુદ્ધ IPCની કલમ 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
છોકરીએ શું કહ્યું?
પીડિત છોકરીએ હોસ્પિટલમાં જણાવ્યું કે ટીચરે પહેલા તેને કાતરથી મારી. સાથે જ તેના વાળ પણ કાપ્યા હતા. જ્યારે પીડિતાને પૂછવામાં આવ્યું કે શું તને છત પરથી ફેંકવામાં આવી હતી? તો તેણે રડતાં રડતાં હા પાડી હતી. સાથે જ તેણે જણાવ્યું હતું કે તેણે ક્લાસમાં કોઇપણ જાતના તોફાન કર્યા ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.