આ ખેલાડીઓ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉતરશે ટીમ ઇન્ડિયા- જાણો કોને જગ્યા મળી અને કોનું પત્તું કપાયું

બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 20 ખેલાડીઓની ટીમમાં પાછો ફર્યો છે. આ સાથે સાથે હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ સાબિત થયા છે.

કેએલ રાહુલને એપેન્ડિક્સનું ઓપરેશન અને કોરોનાથી સંક્રમિત વૃદ્ધિમાન સહાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે જો કે તેઓ ત્યાં સુધીમાં સંપૂર્ણ રીતે ફીટ થઇ જશે. ટીમમાં ચાર ઓપનર, ચાર મધ્ય ક્રમના બેટ્સમેન, છ પેસરો, ચાર સ્પિનરો અને બે વિકેટકીપર સાથે ટીમ ઇન્ડિયા મેદાન પર ઉતારવાની છે.

શુક્રવારે બીસીસીઆઈની વરિષ્ઠ પસંદગી સમિતિ દ્વારા ટીમની ઘોષણા કરવામાં આવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન સાઉધમ્પ્ટનમાં યોજાશે અને તે પછી 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી નોટિંગહામમાં શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટથી લોર્ડ્સના ઈતિહાસિક મેદાન પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટે લીડ્સમાં યોજાશે. ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરથી લંડનના ઓવલ ગ્રાઉન્ડ માં થશે. અને પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં થશે.

આ 20 ખેલાડીઓ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે:
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, શુબમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમાન વિહારી, રિષભ પંત, આર અશ્વિન, રવિંદ જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, મો.શમી, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ.

ફીટ હતાં એટલે મળી જગ્યા – કેએલ રાહુલ અને વૃદ્ધિમાન સહા.

સ્ટેન્ડબાય ખેલાડીઓ– અભિમન્યુ ઇસ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરજાન નાગવાસવાલા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *