ટેકનિકલ ક્ષમતાને કારણે દુનિયા ભરમાં ભારત સોલાર એનર્જી ક્ષેત્રે અગ્રણી તરીકે ઉભરી આવશે: નવિટાસ સોલારના વિનીત મિત્તલ

ભારતની સહજ ટેકનિકલ ક્ષમતા, સંષોધન અને વિકાસ ઉપર કામ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે તે દુનિયામાં  રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી તરીકે ઉભરી આવશે તેમ ભારતની મોખરી મોડ્યુલ મેન્યુફેકચરીંગ કંપની નવિટાસ સોલારના ડાયરેકટર,  ફાયનાન્સ એન્ડ સ્ટ્રેટેજી વિનીત મિત્તલે જણાવ્યું. મિત્તલે આનો ઉલ્લેખ સુરતમાં તારીખ 18 જૂનના રોજ  ભારતની સૌથી મોટી સ્ટાર્ટ-અપ સમીટ 21By72-Season 2  માં “India ascends: The Next Tech Superpower” વિષયે પેનલ ચર્ચામાં મંતવ્ય આપતાં કર્યો હતો.

મિત્તલે જણાવ્યું હતું કે, ટેકનોલોજી ક્ષેત્રે તાજેતરનાં વર્ષોમાં ભારતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. દુનિયાભરમાં ભારતની ટેકનિકલ પ્રતિભાઓ ની પ્રશંસા થઈ રહી છે. પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત આપણે રિન્યુએબલ એનર્જી અને ખાસ કરીને સોલાર એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહયા છીએ. ટેક્નોલોજી આપણને સૂર્યની શક્તિનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં સક્ષમ બનાવી રહી છે, ઉપરાંત સ્ટોરેજ ક્ષેત્રે જે ઈનોવેશન હાથ ધરાયાં છે તેને કારણે આપણે ચોવીસ કલાક આ વીજળીનો ઉપયોગ કરી શકીઅ છીએ. ભારત જ્યારે R&D અને ઈનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી તે ટેકનિકલ સુપર પાવર તરીકે પોતાનુ સ્થાન વધુ મજબૂત કરશે.

પેનલ ચર્ચામાં લોજીકવીન્ડના સ્થાપક યોગેશ કાબરા, XYXX એપરલ્સના સ્થાપક સૌષ્ઠવ ચક્રવર્તી, સીપ્લીના સહસ્થાપક અને સીઈઓ તથા ક્રીબના સીઈઓ અને સહસ્થાપક સની ગર્ગ પણ સામેલ થયા હતા. આ સેશનનુ સંચાલન Thoghtsmiths માં સ્કીલ સ્ટ્રેટેજીસ્ટ અને ઈન્ટરનેશનલ કોર્પોરેટ ટ્રેઈનર પૂજા માલુએ કર્યુ હતું.

સમીટમાં આ પહેલાં મિત્તલે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું અને આગામી 10 વર્ષમાં કંપની ની મોડ્યુલ મેન્યુફેકચરીંગ ક્ષમતા વધારીને વાર્ષિક  1.7 GW કરવા અંગેની વિગતો આપી હતી. નવિટાસે તાજેતરમાં તેની ક્ષમતા વધારીને વાર્ષિક 500 MW કરવા માટે 5 મિલિયન ડોલરનુ ભંડોળ મેળવ્યુ છે. વિસ્તરણને કારણે કંપની રિન્યુએભલ એનર્જિ, ઈકો ફ્રેન્ડલી અને વિશ્વાસપાત્ર સોલ્યુશન્સ મેળવવા ઈચ્છતા  ગ્રાહકોના મોટા સમુદાયને તથા રિટેઈલ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડી શકશે. નવિટાસ  સોલાર હાલમાં ખાસ કરીને અમેરિકા, યુરોપ અને આફ્રિકા જેવાં  વિશ્વનાં બજારોમાં આગળ ધપવા સક્રિય છે.

નવિટાસ સોલર અંગે :
નવિટાસ સોલર એ સુરતની ઝડપથી વિકસતી સોલાર પેનલ મેન્યુફેકચરીંગ કંપની છે. વર્ષ 2013માં વિનીત મિત્તલ, સુનય શાહ, અંકીત સિંઘાનીયા, આદિત્ય સિંઘાનીયા  અને સૌરભ અગ્રવાલે તેની સ્થાપના કરી હતી. નવિટાસની ગણના દેશની અગ્રણી સોલાર પાવર મેન્યુફેકચરીંગ કંપની તરીકે થાય છે. તેની એકંદર ઉત્પાદન ક્ષમતા વાર્ષિક  500 મે.વૉટ છે. તે પેનલ દીઠ  5 વોટથી માંડીને 600 વૉટ સુધીની પોલિક્રીસ્ટાલાઈન અને મોનો પીઈઆરસી સોલાર મોડ્યુલના ઉત્પાદનમાં નિપુણતા ધરાવે છે.

નવિટાસની ગણના બેકવર્ડ અને ફોરવર્ડ ઈન્ટ્રીગેશન ધરાવતી  સોલાર મોડ્યુલ મેન્યુફેકચરીંગ કંપનીઓમાં થાય છે. ફોરવર્ડ ઈન્ટ્રીગ્રેશનમાં  રૂફટોપ તેમજ ઓપન એકસેસ સોલાર પાર્કમાં નિવાસી, કોમર્શિયલ અને ઉદ્યોગોને  પ્રોજેકટના અમલીકરણ અને ફૂલ ફ્લેજ ઈપીસી સર્વિસીસ આપવાનો સમાવેશ થાય છે.

જેએમકે રિસર્ચ અને એનાલીસ્ટે નવિટાસ સોલારની દેશની પ્રથમ 10 સોલાર ઉત્પાદકોમાં સ્થાન આપ્યુ છે. નવિટાસ સોલાર દેશમાં સરકારી, અર્ધ સરકારી, અને વ્યાપારી એકમો સહિત 800થી વધુ ગ્રાહક ધરાવે છે. નવિટાસ તેની કામગીરી અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં વિસ્તારવાનુ ધ્યેય  છે. કંપની તેનાં વાસ્તવિક સોલ્યુશન મારફતે સમગ્ર વિશ્વમાં ક્લીન એનર્જીની ચળવળને આગળ ધપાવવામાં માને છે.

આર્સેલર મિત્તલ વિશે માહિતી…
આર્સેલર મિત્તલ એ વિશ્વની અગ્રણી સ્ટીલ અને ખાણકામ કંપની છે, જે 60 દેશોમાં હાજરી ધરાવે છે અને 16 દેશોમાં પ્રાથમિક સ્ટીલ નિર્માણ સુવિધાઓ ધરાવે છે. 2021 માં આર્સેલર મિત્તલની આવક $76.6 બિલિયન અને ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 69.1 મિલિયન મેટ્રિક ટન હતું, જ્યારે આયર્ન ઓરનું ઉત્પાદન 50.9 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચ્યું હતું. કંપનીનો હેતુ હંમેશા વધુ સ્માર્ટ સ્ટીલ્સનું ઉત્પાદન કરવાનો છે જે લોકો અને ગ્રહ માટે સકારાત્મક લાભ ધરાવે છે. નવીન પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને બનાવેલ સ્ટીલ્સ જે ઓછી ઉર્જા વાપરે છે, નોંધપાત્ર રીતે ઓછા કાર્બનનું ઉત્સર્જન કરે છે અને ખર્ચ ઘટાડે છે.

સ્ટીલ્સ કે જે સ્વચ્છ, મજબૂત અને ફરીથી વાપરી શકાય તેવી છે. ઈલેક્ટ્રિક વાહનો માટે સ્ટીલ્સ અને રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આ સદીમાં પરિવર્તન કરતી વખતે સોસાયટીઓને ટેકો આપશે. અમારા મૂળમાં સ્ટીલ સાથે, અમારા સંશોધનાત્મક લોકો અને હૃદયમાં એક ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ સાથે, અમે તે પરિવર્તન કરવામાં વિશ્વને સમર્થન આપીશું. આ તે છે જે અમે માનીએ છીએ કે તે ભવિષ્યની સ્ટીલ કંપની બનવાની જરૂર છે. આર્સેલર મિત્તલ ન્યૂ યોર્ક (MT), એમ્સ્ટરડેમ (MT), પેરિસ (MT), લક્ઝમબર્ગ (MT) અને બાર્સેલોના, બિલબાઓ, મેડ્રિડ અને વેલેન્સિયા (MTS) ના સ્પેનિશ સ્ટોક એક્સચેન્જો પર સૂચિબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *