આણંદમાં રીબાઈ રીબાઈને મોતને ભેટ્યો 17 વર્ષીય રાજા ભરવાડ, માથાથી અલગ થઈ ગયું ધડ

એક દુઃખત ઘટના આણંદ (Anand) જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા લુણેજ (Lunej) ગામ માંથી સામે આવી છે. લુણેજ ગામનો એક 17 વર્ષીય કિશોર ખેતરમાં ઘાસચારો લેવા ગયો હતો અને ત્યારે તેના પર હાઈ ટેન્શન વાયર પડ્યો હતો. અને આ અકસ્માતમાં કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં વનરાજ રાજા ભરવાડનું ધડ માથાથી અલગ થઈ ગયું હતું. વનરાજ રવિવારે ગામ પાસે આવેલા ખેતરમાં પશુ માટે ઘાસચારો લેવા ગયો હતો. ખેતરમાંથી બહાર આવતી વખતે અચાનક મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ની હાઈ ટેન્શન લાઇનનો ઈલેક્ટ્રીક વાયર તૂટીને વનરાજના ગળા પર આવી પડ્યો હતો.

તેથી 17 વર્ષના વનરાજનું ગળું ધડ માથાથી કપાઈ ગયું હતું. તેનું માથું પાંચ ફૂટ દૂર પડી ગયું હતું. જયારે ઘટનાની જાણ ગામમાં થઇ ત્યારે મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

લાંબા સમય બાદ જાણ થતા MGVCLના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેના કારણે ધારાસભ્ય પટેલે નારાજગી વ્યક્ત કરી કંપનીના અધિકારીઓને આડે હાથ લીધા હતા. ધારાસભ્ય પટેલે જણાવ્યું હતું કે તેઓ વીજ વિભાગની બેદરકારી સામે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરશે અને મૃતક કિશોરના પરિવારજનોને વળતર આપવા રાજ્ય સરકાર પાસે માંગ કરશે.

ઘટના સર્જાય બાદ ઘણા સમય પછી MGVCLના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને તેથી ધારાસભ્ય પટેલે નારાજગી વ્યક્ત કરી કંપનીના અધિકારીઓને આડે હાથ લીધા હતા. તેમને એ પણ કહ્યું કે, વીજ વિભાગની બેદરકારીને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરશે અને એમ પણ કહ્યું કે, મૃતક કિશોરના પરિવારજનોને વળતર આપવા રાજ્ય સરકાર પાસે માંગ કરશે.

ગામના લોકોએ કહ્યું કે અગાઉ પણ વીજ વાયર તૂટી જતાં વીજ કરંટને કરને બે ગાયોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હજી પણ સરકાર અને કંપની દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યું નથી. અકસ્માતની જાણ થતા ખંભાત પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક કિશોરના મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલે મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *