વ્યાજના વિષચક્રમાં ફસાયેલા રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી જીવ આપી દીધો – ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ(Harassment of usurers)થી વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બોટાદ(Botad)માં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા રત્નકલાકારે આપઘાત કરી લીધો છે. ઝેરી દવા ગટગટાવીને રત્નકલાકારે જીવનનો અંત આણ્યો છે.

મળતી માહિતી અનુસાર, બોટાદની રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર અશોક રાઠોડ વ્યાજખોરોના ચક્રમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક મહિલા સહિત ચાર વ્યાજખોરના ત્રાસથી તેમણે આપઘાત કરી લીધો છે. જીતુ રજપૂત, ગોવિંદ ડાંગર, ટીના બોળીયા સામે આરોપ લગાવવામાં આવ્યો છે. અશોક રાઠોડ આપ્યા છતાં વ્યાજખોરો ઉઘરાણી કરતા હતા જેને કારણે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું તેવુ તેમની પત્નીએ જણાવતા કહ્યું છે. મૃતક અશોક રાઠોડના પત્નીએ એક મહિલા સહિત 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, અશોક રાઠોડ નામના વ્યક્તિએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે, તેમને સારવાર અર્થે બોટાદ અને પછી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતાં. તેમની પત્નીએ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાવી છે. પત્નીએ જણાવ્યું છે કે, તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે, મારા પતિને રૂપિયા વ્યાજે આપી અવાર-નવાર ફોનથી તેમજ રૂબરૂ મળીને ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હતા અને જેના કારણે તેમણે આ આપઘાતનું પગલું ભર્યું છે.

ગુજરાત ભરમાં વ્યાજખોરોના દૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે અને વ્યાજના ખપ્પરમાં કેટલાય પરિવારો હોમાઈ રહ્યા છે. મહત્વનું છે કે, વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈને તેમને ઉંચા વ્યાજે પૈસાનું ધિરાણ કરી રહ્યા છે. ત્યાર પછી આ લોકો પૈસા ન ભરી શકે તો તેમની પાસેથી તેમની મિલકત અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પોતાના નામે પડાવી કે લખાવી લેતા હોય છે. ત્યારે આવા વ્યાજખોરોના ત્રાસના લીધે અનેક લોકોએ પોતાનું જીવનનો અંત લાવતા હોઈ તે પ્રકારની અનેક ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે.

મહત્વનું છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પછી વ્યાજખોરો સામે પોલીસ એક્ટીવ થઈ છે. માત્ર રાજકોટ પોલીસ જ નહી પરંતુ હવે સુરત પોલીસ પણ વ્યાજખોરો સામે વધુ આક્રમક બની છે. શહેર પોલીસના ડીસીપી ઝોન પાંચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એક જ દિવસમાં 30 વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં રાંદોર વિસ્તારમાં વ્યાજખોર રાજન કાલી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *