કેનેડા ફરવા ગયેલો આ ગુજરાતી પરિવાર ક્યારેય નહિ ભૂલે આ ટ્રીપ… બાપ-દીકરાની નજર સામે માતાનું ખૌફનાક મોત

એક ગુજરાતી પરિવાર સાથે કેનેડામાં ખુબજ દર્દનાક ઘટના બની છે. આ દર્દનાક ઘટનામાં ભટ્ટ પરિવારની પરિણીતાનું કરુણ મૃત્યુ થયું છે. જયારે આ ઘટનાની જાણ ગુજરાતી…

એક ગુજરાતી પરિવાર સાથે કેનેડામાં ખુબજ દર્દનાક ઘટના બની છે. આ દર્દનાક ઘટનામાં ભટ્ટ પરિવારની પરિણીતાનું કરુણ મૃત્યુ થયું છે. જયારે આ ઘટનાની જાણ ગુજરાતી પરિવારને થઇ ત્યારે પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે અવારનવાર આવી ઘટનાઓ બનતી જ રહે છે.

કેનેડા સ્થિત નાયગ્રા ફોલસ સ્ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડવાને કારણે ગુજરાતી મહિલાનું મોત થઇ ગયું હતું. જીત ભટ્ટ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની પત્ની નેહા ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરા રુદ્રાન્શ સાથે અમેરિકામાં રહે છે. જીતભાઈ તેમની પત્ની અને દીકરા સાથે કેનેડામાં આવેલા નાયગ્રા ફોલ્સ ફરવા ગયા હતા.

અચાનક જ નેહાબેનનો પગ લપસતા આખો પરિવાર ઊંડી ખીણમાં પડી ગયો હતો. આ ઘટનામાં નેહાબેનનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું. આ દુર્ઘટનામાં જીતુભાઈ અને તેમના પુત્રને બચાવી લીધા હતા.  આ ઘટનામાં બંનેને ગંભીર ઈજા પહોંચતી હતી.

મળેલી માહિતી અનુસાર આ ઘટનામાં 13 ફેબ્રુઆરીના રોજ બની હતી. હાલ જીતુભાઈ અને તેમનો દીકરો સારવાર માટે હોસ્પિટલમાં છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્ટેટ પાર્ક પોલીસે મીડિયા અને જણાવ્યું હતું કે, આ દુર્ઘટમાં તેઓ મહિલાને બચાવી શક્યા નહીં. મહિલાના મૃતદેહને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર જ્યાં આ ઘટના બની તે ખૂબ જ બરફીલો પ્રદેશ છે. તેથી બચાવ કામગીરીમાં ખુબજ મુશ્કેલ થઇ હતી. પોલીસે રુદ્રાન્શનો જીવ બચાવી લીધો પરંતુ તેઓ માતાનો જીવ બચાવી શક્યા નહીં. આ ઘટના બનતા જ ગુજરાતી પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *