સાવ નજીવી વાતમાં તૂટ્યા સાત જન્મોના બંધન… લગ્નના ચાર મહિનામાં જ પતિએ પત્નીનું કાસળ કાઢી નાખ્યું

Rajasthan: આપણે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં લગ્ન પછી પતી-પત્ની વચ્ચે ઝઘડાઓ થાય અને એ ઝઘડાઓ એટલા વધી જાય છે કે, પતિ પત્ની એકબીજાના…

Rajasthan: આપણે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં લગ્ન પછી પતી-પત્ની વચ્ચે ઝઘડાઓ થાય અને એ ઝઘડાઓ એટલા વધી જાય છે કે, પતિ પત્ની એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. આજે આપણે આવીજ એક ઘટના વિષે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. લગ્નના ચાર મહિના બાદ એક નાની એવી વાતમાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.

રાજસ્થાનમાં આવેલા કોટા જિલ્લાના ઈટાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે. લગ્નના ચાર મહિના પછી પતિએ પત્નીનો જીવ લઈ લીધો હતો. પતિએ પહેલા પતિનો જીવ લીધો અને ત્યાર બાદ કહ્યું હતું કે, મારી પત્નીએ આપઘાત કર્યું છે. પોલીસને આરોપી પતિની વાત પર શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. પોલસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે પતિએ જ પત્નીનો જીવ લીધો છે.

આ ઘટના વિષે વિગતવાર વાત કર્યે તો કુલદીપ નામના વ્યક્તિના લગ્ન થયા તેને હજુ ચાર મહિના જેટલોજ સમય થયો હતો. બંને વચ્ચે લગ્ન બાદ બધું બરોબર રીતે ચાલી રહ્યું હતું. કુલદીપ ને તેની પત્નીએ છોડી દીધો હતો. અને પિસ્તા બાઈએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા. એગ્રીમેન્ટમાં બંનેએ પોતાના બીજા લગ્નનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તારીખ 16 નવેમ્બરને મંગળવારના દિવસે રાત્રિના સમયે કુલદીપ તેની પત્નીનો જીવ લઈ લીધો હતો. કુલદીપએ પહેલા તેની પત્નીનો જીવ લીધો અને ત્યાર બાદ તેના માતા પિતાને ફોન કરીને કહ્યું કે, તમારી દીકરીએ આપઘાત કરી લીધો છે. ફોનમાં કહ્યું કે, અહીં આવીને તમારી દીકરીનું મૃતદેહ લઈ જાવ.

જયારે દીકરીના પિતાને ખબર પડી ત્યારે તેમને આ વાત માનવાથી ઇનકાર કરી દીધો હતો. મૃત્યુ પામેલી યુવતીના પિતાએ પોલીસને જણાવ્યું કે, મારી દીકરીએ ગ્રેજ્યુએટ કરેલું છે, તે આવું પગલું કોઈ દિવસ ભરી જ ન શકે. ત્યાર બાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શંકાના આધારે મહિલાના પતિની કડક પુછપરછ કરી અને ત્યરે આરોપી પતિએ પોતાનો ગુનો કબુલી લીધો હતો.

મળેલી માહિતી અનુસાર જયારે તે બંનેના લગ્ન થયા હતા ત્યારે મહિલાના પિતાએ ખૂબ જ ઘરેણા આપ્યા હતા. પરંતુ મહિલાએ આ સોના ઘરેણા પોતાના પિતાના ઘરે જ મૂકી દીધા હતા. આ વાત પર કુલદીપ અને તેની પત્ની સાથે ઝઘડો પણ કરતો હતો. કુલદીપની ઈચ્છા હતી કે, તેની પત્ની તમામ દાગીનાઓ કુલદીપને આપી દે. અને તેથી બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો. 16 નવેમ્બરના રોજ પણ બંને વચ્ચે ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે કુલદીપ એ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *