સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ કરી કરોડોની છેતરપીંડી- જુઓ કેવી રીતે આચરી?

સુરત(surat): છેલ્લા કેટલાય દિવસોથી છેતરપીંડી (Fraud)ના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ક્યારેલ લોન (Loan)ના નામે છેતરપીંડી તો ક્યારેક લોકોને ભોળવીને છેતરપીંડી આચરવામાં આવતી હોય છે. છેતરપીંડી આચરતા આરોપીઓ લોકો સાથે લાખો રુપીયાઓની છેતરપીંડી આચરતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટ (Saroli Textile Market)માંથી સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, સારોલી ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ 3.16 કરોડની આચરી છેતરપીંડી આચરી છે. અહીં, રુદ્રાક્ષ ટેક્સટાઇલના માલિક સંજય ખત્રીએ કરોડોનું કાપડ લીધું હતું. પરંતુ તેનો એક પણ રૂપિયો કાપડના વેપારીને ચૂકવ્યો ન હતો. વેપારી સાથે 3.16 કરોડની છેતરપીંડી આચરવામાં આવી હતી.

આટલી મોટી રકમની છેતરપીંડી આચરી હોવાને કારણે વેપારીએ રુદ્રાક્ષ ટેક્સટાઇલના માલિક સંજય ખત્રી વિરુદ્ધ ઇકો સેલમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીને શોધવા માટે પોલીસે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આરોપીની ટૂંક જ સમયમાં ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *