ફ્લાય ઓવરની ડિઝાઈન કરનારી કંપનીનું નામ બ્લેકલીસ્ટમાં તો પછી ક્યાં સરકારી બાબુના ઈશારે મળ્યો કોન્ટ્રાક્ટ?

અમદાવાદ(Ahmedabad): શહેરના સરદાર પટેલ રિંગ રોડ(Sardar Patel Ring Road) પર નિર્માણાધિન ઓવર બ્રિજ(Over bridge under construction)નો એક હિસ્સો 21 ડીસેમ્બરના રોજ મોડી રાતે તૂટી પડતા…

અમદાવાદ(Ahmedabad): શહેરના સરદાર પટેલ રિંગ રોડ(Sardar Patel Ring Road) પર નિર્માણાધિન ઓવર બ્રિજ(Over bridge under construction)નો એક હિસ્સો 21 ડીસેમ્બરના રોજ મોડી રાતે તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. મંગળવારના રોજ મોડી રાતે બોપલથી શાંતિપુરા વચ્ચે બની રહેલો આ બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. જે બાદ 22 ડિસેમ્બરે ઔડાની ટીમ ઘટના સ્થળ પર દોડી જઈને બ્રિજની કામગીરી અને તૂટી પડવાના કારણોની સમીક્ષા કરી હતી. ત્યારે બ્રિજ ધરાશાયી થવા પાછળ અનેક હકીકતો સામે આવી છે. આ બ્રિજ સંબંધિત અનેક પૂરાવા સામે આવ્યા છે.

78.47 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે ઓવર બ્રિજ:
તમને જણાવી દઇએ કે, આ ફ્લાયઓવર 78.47 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે અને સાથે તેનું ટેન્ડર રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.

સામે આવેલા પૂરાવામાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ઔડા દ્વારા રણજિત બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને આ બ્રિજ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ ડિઝાઈનની કામગીરી ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સને આપવામાં આવી હતી. આ એ જ કંપની છે જેને 2020માં સરકારે ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. જેના પૂરાવાઓ સામે આવ્યા છે. ફક્ત એટલું જ નહીં, વર્ષ 2018માં સમયસર કામગીરી પૂર્ણ ન કરવા પગલે સરકાર દ્વારા 33.51 લાખ રૂપીયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન નીતિનભાઈ પટેલ માર્ગ-મકાન મંત્રી હતી અને જ્યારે હાલ પૂર્ણેશ મોદી માર્ગ-મકાન મંત્રી છે.

પૂર્વ અને હાલના માર્ગ-મકાન મંત્રીનો કોન્ટેક્ટ ન થઇ શક્યો:
આ અંગે મીડિયાકર્મીઓ દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો સંપર્ક કરી શકાયો નહોતો. આ ઉપરાંત પૂર્વ માર્ગ-મકાન મંત્રી નીતિનભાઈ પટેલનો પણ સંપર્ક કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો સંપર્ક પણ કરી શકાયો નહોતો.

આ કંપનીને કોના ઈશારે મળ્યો કોન્ટ્રાક્ટ?
સૌથી મોટો સવાલ એ ઉદભવી રહ્યા છે કે, 2020થી ત્રણ વર્ષ માટે એટલે કે 2023 સુધી બ્લેકલિસ્ટ થયેલી ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સને કેવી રીતે ડિઝાઈનિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો? જે કંપનીને સમયસર કામ ન પૂરા કરવા અંગે બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવી અને દંડ ફટકારવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી તેમ છતાં પણ તે કંપનીને કોના ઈશારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો?

ત્રણ બ્રિજનું કામ અટવાતા કંપની બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવી હતી:
ખેડામાં કંપનીની અક્ષમ્ય બેદરકારીના લીધે ત્રણ બ્રિજનું કામ અટવાઈ ગયું હતું. જેને કારણે લાખો નાગરિકોને લાંબા સમય સુધી પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું પડે તે પ્રકારની પરીસ્થિતિ ઉભી થઈ હતી. ખેડામાં ત્રણ પૂલોના કામ કેન્સલ કરાવનાર ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)ને રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ 3 ડિસેમ્બર 2020ના રોજ 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવી હતી.

તંત્ર સામે ઉઠી રહ્યા છે સળગતા સવાલ:
અચાનક જ બનતો બ્રિજ કેવી રીતે બેસી ગયો? શું બ્રિજના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે? શું બ્રિજમાં નબળા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે? નક્કી કરેલા માપદંડ પ્રમાણેનું મટીરિયલ ઉપયોગ થયું છે?
બ્રિજ બને તે પહેલા જ ધરાશાયી થવાનું કોઈ કારણ? બ્રિજ શા માટે તુટ્યો તેની તપાસ થશે? શું બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવશે? તંત્રના વિકાસના કામોમાં ક્યા ભૂલ-ચૂક રહી ગઇ? બ્રિજના કામોનું નિરિક્ષણ સમયસર કરવામાં આવે છે? આ પ્રકારના નબળા કામો જનતાની સુરક્ષા પર સવાલ બની રહ્યાં છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *