ભાવનગરમાં 102 વર્ષની ઉંમરે 9 દિવસ ઓક્સિજન પર રહી માત્ર 12 જ દિવસમાં કોરોનાને હરાવ્યો

કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. જોઈ કોઈને પણ કોરોના આવ્યો હોય અને હોસ્પિટલમાં દાખલ થયા હોય તો, તેમના ઘરે પાછા આવવાની સંભાવના હાલ ખુબ જ ઘટી ગઈ છે, કારણ કે કોરોના મહામારી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે વધારે વકરી છે.

આવા ભયંકર માહોલ વચ્ચે પણ ભાવનગરના એક વૃદ્ધાએ ચમત્કાર કર્યો છે. 102 વર્ષની વયના રાણીબેન શ્યામજીભાઈ કોજાણીએ માત્ર 12 દિવસમાં કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ જીતી છે. આજે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાંથી બહાર આવ્યા બાદ તેઓને આજે રજા આપવામાં આવી હતી.

ભાવનગર શહેરના તળાજા રોડ પર રહેતાં 102 વર્ષના રાણીબેન કોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને તા.2 એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમયે તેમનો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું અને ઉંમરને કારણે તેમના પરિવારનું પણ ટેન્શન વધતું જતું હતું. હોસ્પિટલમાં 12 દિવસમાંથી રાણીબેન 9 દિવસ ઓક્સિજન પર રહ્યા હતા. તેમજ છેલ્લા ત્રણ દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા.

102 વર્ષની ઉંમરે પણ સારવાર દરમિયાન રાણીબેન પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. જાણવા મળ્યું છે કે,  તેમની વર્ષોની નિયમિત આહાર વિહાર શૈલી તેમણે હોસ્પિટલમાં પણ જાળવી રાખી હતી અને સર ટી હોસ્પિટલના નર્સિંગસ્ટાફે પણ તેમની મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની વિશેષ કાળજી લીધી હતી. રાણીબેનને જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે પણ તેઓના ચહેરા પર કોઈ પણ પ્રકારનો કોરોનાનો ભય ન હતો.

102 વર્ષની વયે સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલ કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરવી એ ખૂબ મુશ્કેલ ટાસ્ક હતો. પરંતુ સમગ્ર હોસ્પિટલ સ્ટાફની સંવેદના, સહૃદયતા, સેવા-સુશ્રૂષા અને રાણીબેનની જીવી જવાની ભાવનાએ કોરોનાને પરાસ્ત કર્યો છે.

કોવિડ-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, વૃદ્ધ વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગ વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ અસર કરે છે અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર 70 કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો છે. આ દરમિયાન 100 વર્ષથી વધુ ઉંમરે કોરોનાને હરાવવો એ ખૂબ જ પડકારજનક અને લાખોમાંથી શક્ય બનતી એકાદ ઘટના હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *