અવાર નવાર ગુજરાત રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હવે વડોદરા પણ બાકાત નથી રહ્યું. હાલમાં જ વડોદરા શહેરથી એક બળાત્કારની ઘટના સામે આવી છે. જાણીએ સમગ્ર ઘટના વિશે…
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતી ધોરણ 7 માં અભ્યાસ કરતી 12 વર્ષની છોકરીને લાલચ આપીને જબરદસ્તી શારીરિક સબંધ બાંધીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. 12 વર્ષીય સગીરાને અચાનક જ પેટમાં દુખાવો ઉપડતા તેમની માતા તેમને નજીકની હોસ્પીટલમાં લઇ ગઈ હતી.
હોસ્પીટલમાં ડોકટરે છોકરી ગર્ભવતી હોવાનું જણાવતા તેમની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે સગીરાની માતાએ હેવાનિયત આચરનાર વ્યક્તિ સામે હરણી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સો હેઠળ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને હેવાનિયત આચરનાર વ્યક્તિને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના અંગે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, 6 ડીસેમ્બર 2020ના રોજ સગીરા પોતાના કામથી બહાર જઈ રહી હતી. ત્યારે જ એક 21 વર્ષીય યુવક તેમનો પીછો કરતો હતો. આ યુવક તેમણે પોતાની વાતોમાં ફસાવી અને લાલચ આપીને હરણી ગામની પાણીની ટાંકી પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં લઈને ગયો હતો. તેમજ આ યુવકે છોકરીની મરજી વિરુદ્ધ જ તેમની સાથે જબરદસ્તી શારીરિક સબંધ બાંધ્યા હતા.
ત્યાર બાદ યુવકે સગીરાને ધમકી આપતા કહ્યું હતું કે જો તે કોઈને આ અંગે વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને લીધે આ ધમકીને કારણે ડરી ગયેલી આ સગીરાએ વાત અંગે કોઈને વાત કરી નહોતી. જયારે ગઈ 3 જુનના રોજ સગીરાને અચાનક જ પેટમાં દુખાવો ઉપડતા તેમને નજીકની સયાજી હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી. અહિયાં હોસ્પીટલમાં ડોક્ટર દ્વારા તપાસ કરતા સગીરા 6 મહિના ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની માતાને જાણ થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને રડવા લાગી હતી.
છોકરીને કોઈ યુવક દ્વારા ગર્ભવતી બનાવી દેતા ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી હતી. છોકરીને આ ઘટના અંગે પૂછપરછ કરતા તે ધમકીને કારણે ખુબ જ ડરી ગયેલી હતી. જેને લીધે પોલીસે સગીરાને હિંમત આપતા તેમણે પાડોશમાં રહેતા યુવકે પોતાના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું કહ્યું હતું.
સગીરાએ કહ્યા અનુસાર પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને જેલ હવાલે કરી દીધો હતો. હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ વી કે દેસાઇએ ગુનો નોંધી કરણ રણજિતભાઇ પરમાર(પંચાલ ફળિયું,હરણી) ને ઝડપી પાડયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.