કોણ છે આ 24 વર્ષીય ભારતીય મહિલા જે, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન 800 વિદ્યાર્થીઓના જીવ બચાવી ભારત લાવી

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine war) વચ્ચે એક સમય એવો હતો, જ્યારે બધું સમાપ્ત થઈ ગયું હોય તેવું લાગતું હતું. ત્યાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે? શું…

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine war) વચ્ચે એક સમય એવો હતો, જ્યારે બધું સમાપ્ત થઈ ગયું હોય તેવું લાગતું હતું. ત્યાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે? શું તેઓ ઠીક હશે? આવી સ્થિતિમાં, ભારત સરકારે ઓપરેશન ગંગા(Operation Ganga) શરૂ કર્યું અને તેના લોકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી એરલિફ્ટ કરાવ્યા. આ સ્પેશિયલ ઓપરેશનને પાર પાડવામાં સરકારની સાથે સાથે બોલ્ડ ભારતીય પાયલટોએ(Indian pilot) પણ ઘણું યોગદાન આપ્યું છે. આ પાયલોટમાંથી એક મહાશ્વેતા ચક્રવર્તી(Mahasweta Chakravarti) છે.

24 વર્ષની મહાશ્વેતાએ હિંમત, જુસ્સા અને સમજદારી સાથે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં પ્લેનને લેન્ડ કરાવ્યું એટલું જ નહીં પરંતુ ત્યાંથી 800 લોકોના જીવ બચાવવામાં પણ સફળ રહી. મહશ્વેતાએ પોલેન્ડ-હંગેરી બોર્ડર પરથી 800 ભારતીયોને સલામત રીતે વતન પરત મોકલ્યા હતા.

મળતી માહિતી અનુસાર મહાશ્વેતા મૂળ કોલકાતાની રહેવાસી છે. તે બંગાળ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તનુજા ચક્રવર્તીની પુત્રી છે. ભાજપે તેમના સાહસિક કાર્યની પ્રશંસા કરી છે. ભારતીય જનતા પાર્ટીએ ટ્વિટ કરીને મહાશ્વેતાના વખાણ કર્યા છે. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતાની 24 વર્ષની પાયલટ મહાશ્વેતા ચક્રવર્તીએ પોલેન્ડ-હંગેરી બોર્ડર પરથી 800થી વધુ ભારતીયોને બચાવ્યા હતા.

આ હુમલો 24 ફેબ્રુઆરીએ થયો હતો:
રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. આ યુદ્ધ શરૂ થયું ત્યાં સુધીમાં 18 હજારથી વધુ ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતા. આ ભારતીયોને બહાર કાઢવા માટે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઓપરેશન ગંગા અંતર્ગત એરફોર્સના પ્લેન પોલેન્ડ, હંગેરી, રોમાનિયા મોકલવામાં આવ્યા હતા અને ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતા. તે દરમિયાન મહશ્વેતા પોલેન્ડ-હંગેરી બોર્ડર પરથી પોતાના સાહસ દ્વારા 800 જેટલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *