2 દિવસ અગાઉ જન્મેલી અસામાન્ય બાળકીએ આ કળિયુગી દુનિયામાં પ્રવેશ કાર્યના 40 કલાક બાદ જ વિદાય લઈ લીધી. તે જીવી શકે તેવી સ્થિતિમાં હતી. પણ ન તો પિતા સારવાર કરાવવા તૈયાર થયા અને ન તો સરકારે કે સમાજ સેવીઓ દ્વાર તેની નોંધ લેવામાં આવી. બાળકીના જન્મના દોઢ કલાક પછી તરત જ તેની સ્થિતિ અંગે જાણકારી મેળવી સરકાર સુધી વાત પહોચાડવામાં આવી હતી. પણ કોઈએ આ વાતને ધ્યાનમાં લીધી નહીં.
પિતાએ લખીને આપી દીધુ-કંઈ પણ થયું તો પોતે જવાબદાર હશે
આ બાળકીને હાઈડ્રોસેફલસની બીમારી હતી. એટલે કે, માથામાં પાણી ભરાયું હતું. તેને લીધે 5 કિલો 225 ગ્રામ વજન વાળી બાળકીના માથાનો જ વજન લગભગ 3.5 કિલો થઈ ગયો હતો. જન્મથી જ બાળકીની સ્થિતિ નાજૂક હતી, માટે ડોક્ટરો દ્વારા પટના રીફર કરવામાં આવી હતી. જોકે, બાળકીના પિતા સુશીલે સ્પષ્ટ કહી દીધુ હતું કે મારી પાસે પૈસા નથી, માટે આગળ સારવાર કરાવી શકું તેવી સ્થિતિ નથી. તેમણે હોસ્પિટલને લેખિતમાં જાણ કરી કે, બાળકીને અહીં જ રાખવામાં આવશે. જો કંઈ પણ થશે તો પોતે જવાબદાર હશે. આરાના શાહપુરમાં રહેતી સુશીલ એક સલૂન ચલાવે છે. આ તેમની 5મી દિકરી હતી. સુશીલ અને તેના ઘરના અન્ય લોકો પણ બાળકીની સારવાર માટે રાજી ન હતા.
સર્જરી કરી બાળકીના માથામાંથી પાણી કાઢી શકાયું હોત
આરાની સદર હોસ્પિટલમાં બાળકીની દેખરેખ કરનારા ડો.અજય કુમાર પાંડે કહે છે કે, શંટ સર્જરી મારફતે મગજમાંથી પાણી કાઢી શકાય તેમ છે. પરંતુ, તેમાં લાખો રૂપિયાનો ખર્ચ આવે તેમ હતો.આ પ્રકારના ઓપરેશનની વ્યવસ્થા ભોજપુરમાં ક્યાંય નથી. મોટી હોસ્પિટલોમાં જ આ પ્રકારની સર્જરી કરવામાં આવે છે.
સિવિલ સર્જને કહ્યું- આ પ્રકારના બાળકોને બચાવવા મુશ્કેલ હોય છે
બીજી બાજુ સિવિલ સર્જન કહે છે કે, બાળકીનું માથુ મોટું હતું. આ સંજોગોમાં બાળકીને બચાવવી ખુબ જ મુશ્કેલ છે. કારણ કે, તેમની દરેક સિસ્ટમ યોગ્ય પદ્ધતિથી કામ કરતી નથી. આ હાઈડ્રોસેફેલસનો કેસ છે. જેમાં બાળકીનું સરવાઈવ થવું મુશ્કેલ હોય છે. જન્મ થયા બાદ જેટલી તેની ક્ષમતા તે ધરાવે છે એટલા દિવસ જ તે જીવિત રહી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle