60 વર્ષીય વૃદ્ધ ઘર કામની સાથે-સાથે સામાજિક કાર્ય પણ કરે છે, લોકડાઉનમાં હજારો ગરીબોને જમાડ્યા

આજે 21 ઓગસ્ટ એટલે સિનિયર સિટીઝન ડે. ત્યારે આપણે રાજકોટના 60 વર્ષીય સિનિયર સિટીઝન અને સામાજીક કાર્યકર બાબુભાઈ આહીરની વાત કરીએ. રાજકોટ સહિત દેશ-દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાને સમગ્ર દેશમાં ત્રણ મહિના સુધી લોકડાઉન જાહેર કર્યું હતું. લોકડાઉનમાં ગરીબ અને રોજે રોજનું કમાઈને ખાતા લોકોને બે ટંકના જમવાનું મળતું ન હતું.

ત્યારે સામાજિક સંસ્થા સહિત અમુક લોકો સ્વયંભૂ સેવા કરવા માટે નીકળી પડ્યા હતા. ગુજરાતમાં રાજકોટની વાત કરીએ તો ભાજપના 60 વર્ષીય કોર્પોરેટર બાબુભાઇ આહીર કોઈ નાત-જાતના ભેદ અને રાજકારણ વગર સેવા કરી હતી અને આજે પણ તેઓ ગરીબ લોકો માટે તેમની સેવા સતત ચાલુ જ છે. લોકોને દાળભાત અને ખીચડી તો મળતી હતી પરંતુ રોટલી મળતી ન હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે બાબુભાઇ આહીરે જે લોકોને જેટલી રોટલી આપવાની હોય એટલી ઘરે-ઘરે જઇ રોટલી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું બાબુભાઇ અને તેની ટીમ રોજ 600 ઘરે ફરી 5 હજાર રોટલી ભેગી કરતા હતા. ઘરના કામની સાથોસાથ તેઓ સામાજિક કામ પણ કરી રહ્યા છે.

મારા દીકરાનું કામ બંધ હતું ત્યારે હું તેને સાથ અને સહકાર આપતો હતોઃ બાબુભાઈ
બાબુભાઈ આહીરે જણાવ્યું હતું કે, 60 વર્ષની પોતાની ઉંમર છે. કોરોના વાઈરસમાં લોકડાઉનમાં લોકો ખૂબ હેરાન હેરાન થયા હતા. તેમાંય ગરીબ લોકો એક ટંકના ભોજન માટે ખૂબ જ હેરાન થયા હતા. રાજકોટમાં રાધા-કૃષ્ણના મંદિરે 16 દિવસમાં કાયમ અઢીથી ત્રણ હજાર લોકોને બપોરે અમે ભોજન પુરુ પાડતા હતા. કુલ 16 દિવસમાં 45 હજાર લોકોની આંતરડી અમે ઠારી છે. મારા ઘરની અંદર મારા દીકરાનું જે કામ બંધ થઈ ગયું હતું છતાંય હું બીજેથી કમાઈને હું તેને સાથ અને સહકાર આપતો હતો.

લોકડાઉનમાં એક ટિફિનમાંથી 3 વ્યક્તિ આરામથી જમી લે તે રીતે ભરવામાં આવતું હતું
લોકડાઉનમાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર બાબુભાઈ અને એની ટીમે રોજ 600 ઘર ફરી 5000 થી વધુ રોટલી ભેગી કરી હતી. ત્યારે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને દાળભાત, શાક સાથે રોટલી આપવામાં આવતી હતી. આવી મહામારીમાં ગરીબોની થાળીમાં રોટલી જોતા તે લોકોને પણ આતરડીમાં ઠંડક મળતી હતી.

બાબુભાઈએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં કોઈને અમે ફરજિયાત રોટલી આપવી તેવું દબાણ ક્યારેય કર્યુ નથી. અમે અલગ અલગ વિસ્તારમાં ફરતા અને લોકોના ઘરમાં વધેલી ઘટેલી, ઘણીવાર ખાસ આ માટે જ રોટલી બનાવી હોય તેને જેટલી રોટલી આપવી હોય બે, પાંચ, દસ રોટલી આપતા હતા. અમે એ રોટલી જરૂરિયાતમંદ સુધી પહોંચાડતા હતા. આ સિવાય 700 ટિફિન પણ બનાવવામાં આવતા હતા. એક ટિફિનમાંથી ત્રણ વ્યક્તિ આરામથી જમી લે એ પ્રકારનું ટિફિન પણ ભરવામાં આવતું હતું.

આજના દિવસે આ વડીલને લાખો લાખો વંદન….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *