હાલમાં કાળ બનતા કોરોનાએ દરેકને પોતાનો ભોગ બનાવ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ પણ કોરોનાનો ભોગ બની ચુક્યા છે. અમુક વ્યક્તિઓ એવાં હોય છે જે કોરોનામાંથી મુક્તિ મેળવે પરંતુ અમુક લોકો કોરોનામાં પોતાનો જીવ ગુમાવી દે છે. આ દરમિયાન સુરતમાંથી એવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 90 વર્ષના વૃદ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી છે.
90 વર્ષના જગીબેન આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ સાજા થયાં છે. મૂળ જામનગરના વતની અને વડોદરાના પંડિત દિનદયાળ વિસ્તારમાં રહેતા જગીબેન મકવાણાને અઠવાડિયા પહેલાં શ્વાસની તકલીફ સાથે સુરતના સિંગણપોર મલ્ટિપર્પઝ કોમ્યુનિટી હોલના આઇસોલેશન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતાં.
કોરોના સામે ઝઝુમી રહેલા જગીબેનને એકલવાયુ ન લાગે એટલા માટે આઇસોલેશન સેન્ટરના સ્વંયસેવકો દ્વારા એમને ઘર જેવું વાતાવરણ પુરૂં પાડવામાં આવ્યું હતું. જગીબેનના પરિવારના 11 સભ્યોને પણ કોરોના થતાં એમને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષીય જગીબેનને સેન્ટરમાં જ ઘર જેવું વાતાવરણ મળતા તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. જાણવા મળ્યું છે કે, મંગળવારે તેમને રજા પણ આપી દેવામાં આવશે.
જગીબેનના પરિવારના તમામ 11 સભ્યો પણ કોરોના સંક્રમિત થતાં તેમને વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં જેથી સુરતમાં વૃદ્ધ માતાને કોઇ મળવા આવી શક્યું ન હતું. બીજી તરફ પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા જગીબેને 4 દિવસ સુધી જમવાનું છોડી દીધું હતું. એક તરફ તેઓ કોરોનાગ્રસ્ત અને બીજી તરફ તેમણે જમવાનું છોડી દેતા તેમની તબિયત વધુ લથડી પડી હતી. પરંતુ તેમ છતાં તેમણે કોરોનાને મ્હાત આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.