97 વર્ષના દાદીમાએ લાકડી પકડીને ચૂંટણીમાં ઝંપલાવ્યુ, અને ચૂંટણી જીત્યા પણ ખરા

આપણા દેશમાં કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં ઉતરવા માટે વ્યક્તિની કોઈ ઉંમરની સીમા નક્કી કરવામાં આવી નથી. સામાન્ય રીતે મોટા ભાગના લોકો 60-70 વર્ષની ઉંમરથી જ નિવૃત્ત જીવન જીવવાનું શરૂ કરી દે છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જે મોટી ઉંમરે પણ તેમના જોશ અને જુસ્સાથી બધા માટે પ્રેરણા બની જાય છે. તેવામાં 97 વર્ષની એક વૃદ્ધ મહિલા લાકડી પકડી ચૂંટણીમાં ઉમેદવાર બની જાય અને બધા જ ઉમેદવારોને મત આપી ચૂંટણી જીતી લેતો તેની ચારેબાજુ ચર્ચા થવી એ સ્વાભાવિક છે.

આવી જ એક ઘટના સામે આવી છે, રાજસ્થાનના સિકરમાં જ્યાં એક ચૂંટણી ઉમેદવાર 97 વર્ષની વિદ્યા દેવી નામાંકન બાદથી જ ચર્ચામાં આવી ગઈ હતી અને હવે તેમણે પંચાયત ચૂંટણીમં જીત મેળવી લીધી છે. તેમણે 207 મતથી જીત હાંસલ કરી છે, જે બાદ ગામના લોકોએ તેમને મિઠાઈ ખવડાવી જીતની વધામણી આપી હતી.

વિદ્યા દેવીએ કહ્યું કે મને આરોગ્ય સંબંધિત કોઈ જ મુશ્કેલી નથી. દરરોજ કેટલાક કિલોમીટર ચાલુ છું. પંચાયતમાં તમામ વિધવાઓને પેન્શન અપાવવા માટે કામ કરીશ. ક્ષેત્રમાં દરેક ઘરે પાણી પૂરું પાડવા માટે પ્રયાસ કરીશ. આ ઉપરાંત માર્ગોના નિર્માણ અને સફાઈ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરપંચના પદ પર ચૂંટાયેલા વિદ્યા દેવીને 843 મત મળ્યા જ્યારે તેમના પ્રતિસ્પર્ધિ આરતી મીણાને 636 મત મળ્યા હતા. ગ્રામ પંચાયતમાં કુલ 4,200 મતદાતાઓમાંથી 2,856 મતદાતાઓએ મતદાન કર્યું હતું. ગ્રામ પંચાયતમાં કુલ 11 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. વિદ્યા દેવીના પતિ પણ 1990થી સતત 25 વર્ષ સુધી સરપંચ પદ સંભાળી ચૂક્યા છે.

નોંધનીય છે કે પંચાયતના પહેલા તબક્કાની ચૂંટણીમાં 87 પંચાયત સમિતિઓની 2,726 ગ્રામ પંચાયતોના 26,800 વોર્ડ માટે શુક્રવારના રોજ મતદાન પૂર્ણ થયું હતું. સરપંચ પદ માટે શુક્રવારના રોજ જ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. આ 87 પંચાયત સમિતિ વિસ્તારમાં કુલ 93,20,684 મતદારો છે. સરપંચ પદ માટે 17,242 અને પંચના પદ માટે 42,704 ઉમેદવારો મેદાનમાં છે. આ દરમિયાન રાજ્યભરમાં 36 સરપંચ અને 11,035 પંચ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે.


 

97 વર્ષની વૃદ્ધ મહિલા વિદ્યા દેવી પંચાયતની ચૂંટણીમા પોતાનું નસીબ અજમાવી રહી હતી, જે આજુબાજુના વિસ્તારમાં હાલના દિવસોમાં ચર્ચાનો વિષ્ય બની ગઈ છે. સીકરના નીમકા પોલીસ સ્ટેશન વિસ્તારની ચૂંટણીમાં વિદ્યા દેવીને જીત મળતા આસપાસના લોકો ખુબ જ ખુશ થઈ ગયા છે.

વિદ્યા દેવી ઉપરાંત અન્ય ત્રણ મહિલા ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. આ ઉમેદવારોના નામ ઝનકોરી દેવી, વિમલા દેવી અને આરતી મીણા છે. સામાન્ય મહિલાઓ માટે અનામત પુરાણવાસની આ બેઠક પર હરીફાઈ ખૂબ જ રસપ્રદ હતી, જ્યાં વિદ્યા દેવીને તમામ ઉમેદવારોમાં સૌથી વધુ મત મળ્યા હતા. ચૂંટણી અંગે વિદ્યા દેવીએ કહ્યું હતું કે, ગામના વિકાસમાં પતિ અને સસરાનો મોટો ફાળો રહ્યો છે અને તેમણે ચૂંટણી લડી વિકાસની આ પરંપરાને ચાલુ રાખવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *