હવે કોઈ બળાત્કારી પકડાયો તો એવી સજા મળશે કે, આરોપી આખી જિંદગી પિતા નહિ બની શકે…

નાઇજીરીયામાં હવે આવો જ એક કાયદો અમલમાં મૂકવા જઈ રહ્યો છે. જેના કારણે ગુનેગારોને ખૂબ સખત સજા મળશે. સમાચાર એજન્સી એ.પી. અનુસાર, નાઇજિરીયાના કડુના રાજ્યના…

નાઇજીરીયામાં હવે આવો જ એક કાયદો અમલમાં મૂકવા જઈ રહ્યો છે. જેના કારણે ગુનેગારોને ખૂબ સખત સજા મળશે. સમાચાર એજન્સી એ.પી. અનુસાર, નાઇજિરીયાના કડુના રાજ્યના રાજ્યપાલે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ બળાત્કારના ગુનામાં દોષિત વ્યક્તિ શસ્ત્રક્રિયા દ્વારા નપુંસક કરવામાં આવશે. આ સિવાય 14 વર્ષથી ઓછી ઉંમરની યુવતી પર બળાત્કાર બદલ મોતની સજા અથવા આજીવન કેદની પણ જોગવાઈ છે.

રાજ્યપાલ નાસિર અહેમદ અલ રુફાઇએ જણાવ્યું હતું કે, બળાત્કારના ગુનેગારો સામે આવી કડક કાર્યવાહી બાળકોને ભયંકર ગુનાથી બચાવવામાં મદદ કરશે. રિપોર્ટમાં નોંધ્યું છે કે, નાઇજીરીયામાં કોરોના રોગચાળા દરમિયાન બળાત્કારના કેસમાં વધારો થયો છે. દેશની મહિલા સંગઠનોએ ગુનેગારો સામે ફાંસીની સજા સહિત સખત સજાની વિનંતી કરી હતી.

નાઇજીરીયા એ આફ્રિકાના સૌથી ગીચ વસ્તીવાળા દેશોમાં છે. કદુના સ્ટેટએ તાજેતરમાં જ પેનલ કોડમાં સુધારો કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકોએ 14 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ અથવા મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો છે તેમને આજીવન કેદની સજા આપવામાં આવશે. આ પહેલા કાયદામાં પુખ્ત મહિલા પર બળાત્કાર કરવા બદલ 21 વર્ષની જેલની સજા અને બાળકીના બળાત્કાર બદલ આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી હતી.

બળાત્કારના ગુનામાં દોષિત વ્યક્તિ શસ્ત્રક્રિયા બાદ નપુંસક કરવામાં આવશે. આ સિવાય 14 વર્ષથી ઓછી વયની યુવતી પર બળાત્કાર બદલ મોતની સજા અથવા આજીવન કેદની પણ જોગવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *