મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ની પોલિંગ સોમવારે ખતમ થઈ ગઈ. પોતાના વ્યસ્ત શિડ્યૂલથી સમય કાઢીને બોલીવૂડના કેટલાંય સ્ટાર્સ પોતાનો વોટ નાખવા માટે ગયા. એક્ટર સંજય કપૂર પણ વોટિંગ કરવા માટે ગયા પરંતુ દુર્ભાગ્યથી તે વોટ આપી ન શક્યાં.
સંજય કપૂરે જણાવ્યું કે જ્યારે હું લોખંડવાલાના પોલિંગ બૂથમાં પોતાનો વોટ આપવા ગયો તો ત્યાં લિસ્ટમાં મારૂ નામ ન હતું. હું મારૂ આધાર કાર્ડ અને બાકીના ડોક્યુમેન્ટ લઈને ગયો ત્યારે મે તેમને જુહુ સેન્ટરમાં ચેક કરાવવા માટે કહ્યું પરંતુ તેમની લિસ્ટમાંથી મારૂ નામ જ ગાયબ હતુ. હું દર વખતે મારો વોટ આપુ છું પરંતુ આ વખતે આવુ ન થઈ શક્યું. હું વોટ ન આપી શક્યો.
આ સ્ટાર્સે કર્યું મતદાન
સોમવારે મતદાન કરનાર સ્ટાર્સમાં હેમા માલિની, અનિલ કપૂર, ઋતિક રોશન, સની અને બોબી દેઓલ, ધર્મેન્દ્ર, પરેશ રાવલ, અર્જુન કપૂરનું નામ શામેલ છે. આ સિવાય જિતેન્દ્ર, અભિષેક અને એશવર્યા રાય, વરૂણ ધવન, અર્જુન કપૂર, સલમાન ખાન, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, ઋષિ કપૂર, ગોવિંદા, વિદ્યા બાલને મતદાન કર્યું.
આ સ્ટાર્સ ન કરી શક્યા મતદાન
વોટ નહીં કરનારની સંખ્યામાં અમિતાભ બચ્ચન, કંગના રાનૌત, અનુપમ ખેર, સોનમ કપૂર, ટાઈગર શ્રોફનું નામ શામેલ છે. અમિતાભ બચ્ચન સ્વાસ્થ્યના કારણોથી વોટ નાખવા આવ્યા ન હતા. આ સિવાય બોલીવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત, અનુપમ ખેર, સોનમ મુંબઈમાં હાજર ન હતા. ટાઈગર શ્રોફ યાત્રા કરી રહ્યાં હતા અને મુંબઈમાં હાજર ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.