છેલ્લી ઘડીએ પ્રચારમાં એડીચોટીનું જોર- ચુંટણી જીતવા ભાજપે મેદાને ઉતાર્યા ‘તારક મહેતા’ના કલાકારો

1લી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે, જોકે બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજવામાં આવી…

1લી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે, જોકે બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજવામાં આવી છે. જેનો પ્રચાર હજુ ચાલી રહ્યો છે. આ દરમિયાન ગાંધીનગર (Gandhinagar)ની ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રીટા પટેલ (Rita Patel)નો આજે રોડ-શૉ(Road-show) છે. જેમાં TV સીરિયલના કલાકારો સાથે ભાજપના ઉમેદવાર આજે રોડ-શૉ કર્યો છે.

5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન:
1લી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા 5મી ડિસેમ્બરે બીજા તબક્કાના 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. સોમવારના સવારના 8 વાગ્યાથી મતદાન શરૂ થઇને સાંજના 5 વાગ્યા સુધી મતદાન શરૂ રહેશે.

જ્યારે આજ રોજ શનિવારના સાંજના પાંચ વાગ્યા બાદ જાહેરમાં ચૂંટણી પ્રચાર કે સભાઓ અને રેલી કે રોડ શો પર પ્રતિબંધ લાગી જશે. આ સાથે જ હવે પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લી ઘડીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન નોંધાયું:
ત્યારે હવે પ્રથમ તબક્કાના મતદાન વિશે વાત અક્રીએ તો, 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. જયારે નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા, બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા સૌરાષ્ટ્રમાં મોરબીમા સૌથી વધુ 69.65 ટકા સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન થયું છે જે સાથે જ 788 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *