બોલીવુડ તેમજ સાઉથની ફિલ્મોમાં કામ કરનાર એક્ટર સિદ્ધાર્થ સૂર્યનારાયણ નાગરિક સંશોધન કાયદા વિરુદ્ધ ચેન્નઈમાં પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શનમાં ભાગ લેવાને કારણે સિદ્ધાર્થ સહિત ૬૦૦ જેટલા પ્રદર્શનકારીઓ ની પોલીસ દ્વારા અટકાયત થઈ છે. પોલીસે પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એફઆઇઆરમાં એક્ટર સિદ્ધાર્થ સૂર્યનારાયણ સહિત સિંગર ટીએમ ક્રિષ્ના અને નેતા થિરૂમવાલાવન ના પણ નામ છે.
આ ફરિયાદ પાછળનું કારણ જણાવતાં પોલીસે કહ્યું કે,” ચેન્નઈ પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને આપવામાં આવેલ પરમિશન પાછી લઈ લીધી હોવા છતાં પણ પ્રદર્શનકારીઓ દ્વારા પ્રદર્શન ચાલુ હતું. જેના કારણે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ”
સિદ્ધાર્થ આ વિશે જણાવતાં કહે છે કે છેલ્લા કેટલાક સમયથી તેમને અને તેમના પરિવારના સભ્યોને ધમકીઓ આવી રહી છે. ધમકી આપનાર લોકોના ટ્વિટર એકાઉન્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ફોલો કરે છે.
સિદ્ધાર્થએ ટ્વીટ્ કરતાં જણાવ્યું છે કે,” મને અને મારા પરિવારને ટ્વીટ્સ દ્વારા ધરપકડની ધમકીઓ આવી રહી છે. આ ટ્વિટર અકાઉન્ટને નરેન્દ્ર મોદી પોતે ફોલો કરે છે. અમે સ્વતંત્ર દેશમાં અમારા વિચારો કહી રહ્યા છીએ. ખરાબ શબ્દો અને કડક કાયદો અમારો અવાજ દબાવી શકશે નહીં. અમે જીતીશું! જય હિન્દ ”
લોકોને પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપતાં તેમણે ટ્વિટ કર્યું કે,” અબભી જો ના ખૌલા વો ખૂન નહી હે પાની હૈ… જો દેશ કે કામના આયે વોહ બેકાર જવાની હૈ. ક્રાંતિએ લોકતંત્રની રક્તધારા છે. ”
સિદ્ધાર્થ આ અગાઉ પણ કેરલમાં પુર આવ્યું ત્યારે રસ્તા પર આવીને લોકોને સુરક્ષિત સ્થાને પહોંચવામાં મદદ કરી રહ્યા. તેમણે ફિલ્મ “રંગ દે બસંતી” મા આમિર ખાન સાથે કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.