IRCTC દ્વારા આ ઉનાળામાં નૈનીતાલ ફરવા જવા માટે લાવ્યું છે સૌથી સસ્તું ટુર પેકેજ, જાણો વધુ

IRCTC ટુરિઝમ પર્યટકો માટે કાઠગોદામ, નૈનિતાલ, મુક્તેશ્વર, ભીમતાલ અને સત્તલ માટે પાંચ દિવસ અને ચાર રાતનું આકર્ષક પેકેજ લઇને આવ્યું છે. આ ટૂર પેકેજમાં વ્યક્તિ દીઠ માત્ર 13,050 રૂપિયા ખર્ચ થશે. ટુર વિશે વાત કરીએ તો આ ટુરની શરૂઆત લખનઉ શહેરથી થશે. ભારતીય રેલવેની પર્યટન શાખા IRCTC ટૂરિઝમે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર નૈનિતાલ ટુર વિશેની માહિતી આપી હતી. લખનઉથી IRCTC દ્વારા આપવામાં આ પેકેજ હેઠળ ટુર દર ગુરુવારના રોજ કાઠગોદામ જશે.

irctctourism.com અનુસાર, આ ટુર પેકેજનો વ્યક્તિ દીઠ ખર્ચ 13,050 રૂપિયા થશે. સિંગલ, ડબલ અને ટ્રિપલ ઓક્યૂપસી માટે અલગ અલગ પેકેજ છે.

આ ટુર માટે યાત્રી દ્વારા પસંદ કરવામાં આવેલી યાત્રાની તારીખો અનુસાર ખર્ચ અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે. જો તમે મે મહિનામાં ટુર પેકેજ બુક કરાવશો તો તમને 2 લોકો માટે 20,820 રૂપિયા, 3 લોકો માટે 16,300 રૂપિયા ચુકવવા પડશે.

મે મહિના માટે ટુર પેકેજ

  • જો તમે આ ટુર પેકેજનું બુકિંગ જુલાઇથી સપ્ટેમ્બર અને જાન્યુઆરીથી માર્ચ વચ્ચે કરાવશો તો તમને બે લોકો માટે 16,200 અને ત્રણ લોકો માટે 13,050 રૂપિયા ચુકવવા પડશે.
  • લખનઉથી કાઠગોદામ સુધીની યાત્રા ભારતીય રેલવેના થર્ડ એસી કોચમાં થશે.
  • IRCTCની વેબસાઇટ અનુસાર, આ ટુર પેકેજમાં નૈનિતાલમાં ચાર રાત હોટલમાં રહેવાનું તથા ભોજનની વ્યવસ્થાને સામેલ કરવામાં આવે છે.

જુલાઇથી સપ્ટેમ્બર અને જાન્યુઆરીથી માર્ચનું પેકેજ

  • હોટલથી લઇને દર્શનીય સ્થળોની યાત્રા માટે વાહનોની સુવિધાને પણ પેકેજમાં સામેલ કરવામાં આવ્યું છે.
  • જો તમે બે વ્યક્તિ માટે ટુર બુક કરાવા ઇચ્છો છો તો 20,820 રૂપિયા ખર્ચ થશે, ત્યાં ત્રણ વ્યક્તિ માટે ટુર બુક કરાવશો તો 16,300 રૂપિયા ખર્ચ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *