કલકત્તામાં એક બાર વર્ષના બાળકને અચાનક સતત ખાંસી થયા બાદ તેના પરિવારજનોએ હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરોએમેં જ્યારે તેની બીમારી સમજણમાં ન આવી ત્યારે તેમણે છાતીનું સીટી સ્કેન કરવાનો નિર્ણય લીધો અને જ્યારે રિપોર્ટ સામે આવ્યો તો ડોક્ટરોના હોશ ઉડી ગયા.
સીટી સ્કેન પહેલા ડોક્ટરોને લાગી રહ્યું હતું કે તેના ફેફસામાં કશું ફસાઈ ગયું હશે. પરંતુ રિપોર્ટમાં સત્ય સામે આવ્યું. હકીકતમાં તે બાળકના ફેફસામાં એક પેનનું ઢાંકણ ફસાયેલું હતું.
રિપોર્ટ સામે આવ્યા બાદ ભારતના પરિજનોને જણાવ્યું કે તેણે નવેમ્બર મહિનામાં ભૂલથી પેનનું ઢાંકણું ગળી લીધું હતું.પરંતુ ત્યારબાદ તરત તો તેને કોઈ તકલીફ ન થઈ પરંતુ પછીથી તે ખૂબ ખરાબ રીતે બેચેન થઈ ગયો અને તેને સતત ખાંસી થવા લાગી.
દક્ષિણ કલકત્તા ના રહેવાસી આ બાળકનું ઓપરેશન કર્યા બાદ હાલત સ્થિર છે. ડોક્ટર રહે ઓપરેશન દ્વારા બાળકના ફેફસામાંથી તે પેનના ઢાંકણ ને બહાર કાઢ્યું.
એસએસકેએમ હોસ્પિટલમાં ઈએનટી વિભાગના મુખ્ય ડો અરુણાભ સેનગુપ્તા એ બાળકની સ્થિતિને લઇને કહ્યું કે કલકત્તા ના ગરિયા વિસ્તારના રહેવાસી શેઠ સુખલાલ કરણાની ને સતત ખાંસી અને શરદી ની સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું કારણ ગણી ગયા બાદ તેને નજીકના નર્સિંગ હોમમાં લઇ જવામાં આવ્યો. ત્યાંના ડોક્ટરોને વિશ્વાસ ન હતો કે તેને હકીકતમાં એક પરનું ઢાંકણ ગળી લીધું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર જો થોડું પણ મોડું થયું હોત તો બાળકનો જીવ પણ જઈ શકતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.