ગુજરાતના હવામાનમાં મોટો પલટો- 18 થી 22 તારીખ સુધી આ વિસ્તારોમાં મેઘરાજા ધમરોળશે

કમોસમી વરસાદ ઘણાં વર્ષોમાં પડે છે ત્યારે આ વર્ષે પણ લગભગ ચાર વખત કમોસમી વરસાદ પાડ્યા બાદ ખેડૂતની ચિંતામાં વધારો કરવા 18 થી 22 જાન્યુઆરીએ…

કમોસમી વરસાદ ઘણાં વર્ષોમાં પડે છે ત્યારે આ વર્ષે પણ લગભગ ચાર વખત કમોસમી વરસાદ પાડ્યા બાદ ખેડૂતની ચિંતામાં વધારો કરવા 18 થી 22 જાન્યુઆરીએ પણ કમોસમી વરદસાદ પડવાની પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે.

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી અપતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થવા લાગ્યો છે. જો આ વરસાદ થશે તો રોગચાળો વધી જશે. એટલું જ નહી પરંતુ શાકભાજી અને બાગાયતી પાકો પણ ખરાબ થવાની શક્યતા છે. સાથોસાથ અન્ય વસ્તુની ખેતી જેમકે બટાટા, ચણા , જીરું, વરિયાળી વગેરે પાકોમાં ઈયળો વધી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 18, 19 , 20 અને 21 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. એટલું જ નહિ પરંતુ ફેબ્રુઆરીમાં પણ કમોસમી વરસાદની આગાહી છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વરસાદથી મુખત્વે રવિ પાકને નુકસાન થઇ શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી ધ્રુજાવી દે તેવી ઠંડી પડી ૨હી છે. બે દિવસ તાપમાન ત્રણ થી ચા૨ ડિગ્રી ઉંચકાઈ શકે છે ત્યારબાદ ઠંડીથી પણ રાહત મળશે. પરંતુ ફરી વખત આ ઠંડી પલટો મારીને આવશે. કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદથી પાક ખરાબ થઈ શકે છે. ખેડૂતો માટે આ ખુબ જ કઠીન રહી શકે છે. છેલ્લા ઘણાં સમયથી વાતાવરણમાં પલટો થવાના લીધે કમોસમી વરસાદ પણ થયો છે.

રાજ્યમાં ખુબ જ ઠંડી પડી રહી છે ત્યારે હવે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, રાજ્યના તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો વધારો થતા ઠંડીથી રાહત મળી શકે છે. 9 જાન્યુઆરીથી અત્યાર સુધી ઘણાં શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેનાથી ઠંડીનો વધુ અનુભવ થય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *