તાજેતરમાં કોરોના વાયરસની આપત્તિ વચ્ચે લોકડાઉનના સમયમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી કાર્ય કરી રહેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના રાજકોટ મંદિર દ્વારા આજે જરુરિયાતમંદો માટે પૂજ્ય સંતો અને સ્વયંસેવકો દ્વારા રાહત સામગ્રી સાથે અનાજની કુલ ૧૦૦૦ કીટ તૈયાર કરવામાં આવી હતી.
જેમાં ઘઉંનો લોટ, ચોખા, તુવેરદાળ, મગદાળ અને મીઠાં સાથે મળીને કુલ ૧૧ કિલો રાશન એક પરિવાર દીઠ આપવામાં આવશે.
પ્રથમ તબક્કામાં ૧૧ ટન રાહત સામગ્રી નું રાજકોટ મહાનગરપાલિકા અને સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવશે.આ ઉપરાંત અમદાવાદમાં પણ BAPS સંસ્થા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/