સોળે કળાએ ખીલી ઉઠ્યું ડાંગનું સૌંદર્ય ‘સાપુતારા’ – વિડીયો દ્વારા માણો નયનરમ્ય આકાશી નજારો

ગુજરાત(Gujarat): દક્ષિણ ગુજરાતમાં આવેલું હિલ સ્ટેશન સાપુતારા(Hill Station Saputara)ની સુંદરતા ચોમાસા(Monsoon)માં સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદની મોસમમાં સહેલાણીઓ અહીં ઘણા ધોધ જોવા માટે ઉમટી પડે છે. પથ્થરોમાંથી ખળખળ કરતી વહેતી નદીઓ અને ઝરણાએ ડાંગ(Dang)ને ગુજરાતના સ્વર્ગ તરીકેની એક અનોખી ઓળખ અપાવી છે. ડાંગ જિલ્લાના સાપુતારા સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વચ્ચે અંજનકુંડ ધોધ સક્રિય બન્યો છે. આમાં પણ ડાંગના ગીર ધોધની વાત કરવામાં આવે તો તેની સુંદરતામાં દર વર્ષની જેમ ખુબ જ વધારો થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ડાંગ જિલ્લાના ધોધ, પહાડ પરથી પડતા પાણીનો નજારો એક કાલ્પનિક હોવાનો અહેસાસ કરાવે છે. આ સ્થળની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે. ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગમાં પ્રકૃતિનું સૌંદર્ય નિહાળવા આવે છે. જૂનના મધ્યમાં ડાંગમાં સારો વરસાદ પડી રહ્યો છે. વાદળો પર્વતોને સ્પર્શે છે અને એક સુંદર નયનરમ્ય દૃશ્ય સર્જાય છે.

અમે તમને જણાવી દઈએ કે, ડાંગમાં વધુ એક ગિરા ધોધ અહીંના લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. ગિરા ધોધ ડાંગ જિલ્લાના સુબીર ગામમાં શિંગડાથી 11 કિલોમીટરના અંતરે અને સાતપુરાનાં જંગલોથી 89 કિલોમીટર દૂર પાંડવોની ગુફા માટે પણ જાણીતું છે. ગુજરાતમાં વઘઈ આંબાપાડા નજીક ડાંગમાં ગિરાનું ઝરણું વહે છે. આ સ્થાન આ વરસાદી દિવસોમાં પાણીથી ભરેલું રહે છે અને હરિયાળીને કારણે હિલ સ્ટેશન પર પ્રવાસીઓની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે.

આજથી સતત 5 દિવસ સુધી ગુજરાતમાં ભુક્કા કાઢશે વરસાદ- હવામાન વિભાગની મોટી આગાહી

આગામી 5 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી:
રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદ ખાબકી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાત કરવામાં આવે તો દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 5 જુલાઇથી 9 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હાલ પશ્ચિમ બંગાળમાં સર્જાયલા લૉ પ્રેશરની અસર ગુજરાત પર જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *